- દુકાનમાંથી ચણીયા ચોલી તેમજ ડ્રેસ મટિરિયલની ચોરી કરી તસ્કરો ફરાર
વડોદરા શહેરના અકોટા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ પ્રોડક્ટિવ રોડ પર સુઈ-ધાગા બે નામની દુકાનમાં વહેલી સવારે તસ્કરો ત્રાટક્યા હતા. દુકાનમાંથી ચણીયા ચોલી તેમજ ડ્રેસ મટિરિયલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. અકોટા પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે.
વડોદરા શહેરમાં અવારનવાર ચોરીના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે આજે વડોદરા શહેરના અકોટા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ પ્રોડક્ટિવ રોડ પર સુઈ-ધાગા બે નામની દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની જાણ અકોટા પોલીસને થાતાં તાત્કાલીક સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી છે. તસ્કરો દ્વારા શટરમાં લાગેલા લોક તોડીને ચોરીને અંજામ આપ્યો હતો.
આ સમગ્ર ઘટનામાં રોકડ રકમ સહિત ડ્રેસનું મટિરિયલ અને ચણીયા ચોલીની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે આકોટા પોલીસે સીટીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘાટના આજે સવારે 5 વાગ્યાના અરસામાં બની હતી. આ ઘટનાને લઇ આસપાસનાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
આ બનાવ અંગે અકોટા પોલીસ મથકના પી.આઇ વાય. જી. મકવાણાએ જણાવ્યું હતું કે, આ ચોરીની ઘટના વહેલી સવારે 5:30 વાગ્યાની આસપાસ બની છે. આ ઘટના અંગે અકોટા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અંદાજિત 80,000ની આસપાસનો મુદ્દામાલની ચોરી કરી ગયા છે અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.