- કેયુર રોકડીયા મેયર હતા ત્યારે જાન્યુઆરીમાં જાહેરાત થઈ હતી
- વિટકોસનો કોન્ટ્રાકટ એક વર્ષ પહેલા પૂરો થઈ ચુક્યો છે, બે વાર કોન્ટ્રાકટ લંબાવવામાં આવ્યો
વડોદરા શહેરમા પ્રાથમિક સુવિધાઓના ઠેકાણા નથી. ઇલેક્ટ્રિક બસ શરૂ કરવાના નિર્ણયને છ મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે છતાં આ કામ હજી કાગળ પર જ છે.
વડોદરા શહેરમાં પીવાના પાણી, રોડ રસ્તા અને સફાઈ જેવી પ્રાથમિક સુવિધાઓની ઢગલો ફરિયાદો ઉઠતી રહે છે. જો કે તંત્ર અને શાશકો પાસે આ તમામ સુવિધાઓ સમયસર અને પ્રયાપ્ત માત્રામા પુરી પાડવાની ત્રેવડ નથી. શહેરના વિકાસના માપદંડોમાં એક માપદંડ છે પબ્લિક ટ્રાન્સપોર્ટ. વડોદરામા પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધાના નામે ખાનગી કંપની દ્વારા ચાલતી બસ સેવા છે જેની તુલના ભૂતકાળમા ચાલતી બસ સેવા સાથે કરીએ તો હાલની બસ સેવા નામ પૂરતી છે. હાલમાં ચાલતી વિટકોસ બસ સર્વિસનો સમય ગત સપ્ટેમ્બર મા પૂરો થઈ ગયો હતો. કોઈ પણ કોન્ટ્રાકટ પૂરો થાય એ પહેલા નવા કોન્ટ્રાકટનું આયોજન થાય છે. જો કે પાલિકાના શાશકો અને અધિકારીઓ નવો કોન્ટ્રાકટ આપવાને બદલે જુના કોન્ટ્રાકટને એક એક વર્ષ સુધી લાંબાવવા ટેવાયેલા છે, જે તેમની અણ આવડત નો બોલતો પુરાવો છે. ગત જાન્યુઆરી મા તત્કાલીન મેયર અને હાલના ધારાસભ્ય કેયુર રોકડીયાના સમયમાં મોટા ઉપાડે શહેરમાં ઇલેક્ટ્રિક બસો દોડતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે જાહેરાતના છ મહિના બાદ પણ હજી ઇલેક્ટ્રિક બસો ના ઠેકાણા નથી. હા, વાતો જરૂર થાય છે. આથી વિશેષ ઇલેક્ટ્રિક બસ શરૂ કરવામાં થઈ રહેલા વિલંબ માટે પૂછવામાં આવતા શાશકો દૂર ભાગે છે. કોંગ્રેસના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે શાસકોની આવડત સામે સવાલો ઉઠાવી રહ્યા છે.
વિકાસનો દાવો કરતાં શાશકો પ્રજાના કામો માટે કેટલા ચિંતિત છે એ પ્રજા માટે યક્ષ પ્રશ્ન છે.