વડોદરામાં ભાડે રાખેલી દુકાનમાં ઓનલાઈન જુગાર રમાડતા દુકાનદાર સહિત છ આરોપીઓ ઝડપાયા

કિશનવાડીમાં બે શખ્સ પાર્ટનરશીપમાં જુગારખાનું ચલાવતા હોવાની બાતમી મળી હતી

MailVadodara.com - Six-accused,-including-a-shopkeeper-were-caught-playing-online-gambling-in-a-rented-shop-in-Vadodara

- રોકડ રૂપિયા 12 હજાર સહિત યંત્ર મશીન સહિત રૂ.48160નો મુદ્દામાલ કબજે કર્યો

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ભાડે રાખેલી દુકાનમાં એચ.એસ ઓનલાઇન માર્કેટિંગ ફ્રેન્ચાઇઝીમાં જુગારીયાઓને યંત્ર મશીનના સહારે જુગાર રમાડતા પોલીસે દરોડો પાડીને અડ્ડા સંચાલક બે જણા સહિત 6 આરોપીઓની ધરપકડ કરીને રોકડ રૂપિયા 12 હજાર સહિત યંત્ર મશીન સહિત અન્ય મળી રૂ.48160 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

પોલીસની વિગત એવી છે કે, કિશનવાડી જાગૃતિ મોહલ્લામાં દુકાન ભાડે રાખીને કાઠીયાવાડી આરોપી સહિત બે જણા પાર્ટનરશીપમાં યંત્રની મદદથી જુગારખાનું ચલાવતા હોવાની બાતમી બાપોદ પોલીસને મળી હતી. ઘટના સ્થળે ઘસી ગયેલી પોલીસે દરોડો પાડતા યંત્રની મદદથી જુગારખાનું ચલાવનાર વાહીદ ઈકબાલ ચોટલીયા (રહે.ગોંડલ) તથા ફારુક ઉર્ફે મુન્નો ચૌહાણ (ખતીજા પાર્ક, બાપોદ) સહિત સંદીપ બાબુ સોલંકી (રહે-ખોડીયાર નગર ન્યુ વીઆઈપી રોડ), હરિઓમ જશુ ગામેચી(રહે-ઈશ્વર કૃપા સોસા. કિશનવાડી, અરુણ ચીમન ઠાકોર (રહે-કિશનવાડી), ભદ્રેશ નગીન મકવાણા (રહે-શાસ્ત્રીનગર ન્યુ વીઆઈપી રોડ), મહેન્દ્ર કાલિદાસ વણકર (રહે-રામદેવ ફળિયા કિશનવાડી), વાહિદ ઈકબાલ ચોટલીયા (રહે-ગોંડલ) સહિત તમામને દબોચી લીધા હતા. પરંતુ ઘટના સ્થળેથી ફરાર આરોપી ફારુક ઉર્ફે મુન્નો ચૌહાણ (રહે-ખતીજા પાર્ક, બાપોદ)ની સઘન તપાસ પોલીસે હાથ ધરી છે ઘટના સ્થળેથી પોલીસે રૂ.12,020 સહિત યંત્ર મશીન કોમ્પ્યુટર સિસ્ટમ એલીડી તથા કાર્ડ અને કાર્ડ સ્કેનર તથા યંત્રના સ્કેનર અને મેટલના 38 સિક્કા મળી કુલ રૂપિયા 48,160નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઘટના સ્થળેથી ફરાર અન્ય ભાગીદારની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

Share :

Leave a Comments