સાવલીમાં બંધ ઘરમાંથી ચાંદીના વાસણો, સોનાની લગડી મળી તસ્કરો 3.40 લાખની મતા ચોરી ફરાર

ફાઇનાન્સનો વ્યવસાય કરતા વેપારીના ખાડીયાબજાર સ્થિત બંધ ઘરમાં તસ્કરો પ્રવેશ્યા હતા

MailVadodara.com - Silver-utensils-gold-bars-found-in-a-closed-house-in-Savli-smugglers-absconded-with-theft-of-3-40-lakhs

- પોલીસે ઘટના સ્થળે પહોંચી ડોગ સ્કોડ અને FSL દ્વારા તપાસ શરૂ કરી

વડોદરા જિલ્લાના સાવલીમાં ગતરાત્રે ચોરીની ઘટના સામે આવી છે. જેમાં સાવલીના ખાડીયાબજારમાં આવેલી ખાનગી ફાઇનાન્સની દુકાનની પાછળના ભાગે દોશી વગા તરફથી ચોરોએ દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી ચાંદીના વાસણો તેમજ સોનાની લગડી મળી કુલ રૂપિયા 3.40 લાખની મતા ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા છે. આ બનાવની જાણ સાવલી પોલીસને કરતા તાત્કાલિક ઘટના સ્થળે આવી આગળની તપાસ હાથ ધરી છે. આ ચોરીની ઘટનામાં FSL અને ડોગ સ્કોડની મદદ પણ લેવામાં આવી છે.

મૂળ ફાઈનાન્સનો વ્યવસાય કરતા અને વડોદરા રહેતા રોનકભાઈ બીપીનચંદ્ર શેઠે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓનું વડોદરાના સાવલીમાં મકાન છે. તે મકાનમાં રોનકભાઈના માતા-પિતા રહે છે અને તે મકાન નીચેના માળે RM ફાઇનાન્સના નામથી ધીરધારનો ધંધો કરી પરિવારનું ગુજરાન ચાલે છે. આ દરમિયાન ગત 23 તારીખે આખો દિવસ રોનકભાઈ પિતા સાથે ફાઇનસમાં નોકરી કરતા વ્યક્તિ પણ તેની સાથે હતા. બાદમાં પિતાના મિત્ર વડોદરા ખાતે મારા ઘરે આવવાના હોવાથી માતા પિતાને રોનકભાઈ વડોદરા લઈને આવ્યા હતા.

રાત્રે 11 વાગે કેમેરાના એંગલ બદલાઈ ગયા બાદમાં સુવાના સમયે સાવલી ઘર ખાતે લગાવેલા CCTV મોબાઈલમાં ચેક કરતા કમ્પલેટ હતા. પછી અમે બધા સુઈ ગયા હતા. બીજા દીવસે 24મી તારીખે વહેલી સવારના ચારેક વાગેના જાગ્યો ત્યારે સાવલીમાં લગાવેલા મકાનના CCTV ફૂટેજ મારા મોબાઈલમાં જોતા બરાબર ચાલુ હતાં. બાદમાં હું સુઈ ગયો હતો. બાદમાં સવારે તૈયાર થઈ રજાનો દિવસ હોવાથી હું મારા પરિવાર સાથે બજારમાં ગયો અને બજારનું કામકાજ પતાવી પરત મારા ઘરે આવી ગયો હતો. સાંજે હોટલમાં જમ્યા બાદ ઘરે આવી રાત્રીના 11 વાગે CCTV ફૂટેજ ચેક કરતા મારા ઘરના મુખ્ય દરવાજાના ફૂટેજ બંધ હતા અને અન્ય કેમેરાના એંગલ પણ બદલાઈ ગયા હતા. જેથી અજુગતું લાગતા મિત્ર દ્વારા સાવલી ઘરે તપાસ કરાવતા જાણવા મળ્યું કે, ઘરનું તાળું તૂટેલું છે અને દરવાજા ખુલ્લા છે જેથી અમે સાવલી જવા માટે રવાના થયા હતા. ઘરે જોઈ જોતા ત્યાં ઘણા લોકો ભેગા થઈ ગયા હતા. ઘરના મુખ્ય દરવાજાનું તાળું અને લાકડાનો દરવાજો તૂટેલો હતો. ઘરમાં સામાન અસ્તવ્યસ્ત હતો, તિજોરી ખુલ્લી પડી હતી, ઉપરના માળે પણ ચોરી થઈ હતી. આ બનાવને લઇ સાવલી પોલીસને જાણ કરતા ડોગ સ્કોડ અને FSL દ્વારા તપાસ કરી ચોર સામે ફરિયાદ નોંધાવી છે.

આ બનાવમાં ચોરોએ ઘરમાં નીચેની તિજોરીમાં ચાંદીની 2 થાળી, 6 ગ્લાસ, 2 વાટકા, 2 લોટા, 2 ચમચી તેમજ મારી પાસે પુજાવીધી માટે ઉપયોગમાં લેવાતો બટવો તેમાં મુકેલા 21 સિક્કા તેમજ જૂનાપુરાણા બે સિક્કા, ચાંદીનો ટુકડો સાથે સોનાની લગડી આશરે 10 ગ્રામ વજનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ સાથે મકાનના ઉપલા માળે તિજોરીમાંથી ચાંદીના 6 નાના ગ્લાસ મળી કુલ રૂપિયા 3,40,500ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ મામલે સાવલી પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા ચોર ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Share :

Leave a Comments