વડાપ્રધાનના રૂટ પર અઠવાડિયા મા વિકાસ કરી બતાવ્યો..!

શાબાશ..આ એ જ અધિકારીઓ અને શાશકો છે...!

MailVadodara.com - Showed-development-in-weeks-on-the-route-of-the-Prime-Minister

- અઠવાડિયા મા વડાપ્રધાન ના રૂટ પર વિકાસનો મેક અપ કરી બતાવતા અધિકારીઓ શહેરીજનો માટે વિકાસ કરવા નથી માંગતા એવુ માની લેવું જોઈએ..?

- ત્રીસ વર્ષથી એક હથ્થું શાશન ચલાવતા શાશકો વડોદરાવાસીઓ માટે વિકાસના ત્રીસ કામો કર્યા હોય તો ગણી બતાવે...!!

- શાશકો એ ત્રીસ વર્ષમાં શહેરીજનોને પીવાના પાણી માટે કકળાટ, દબાણો, બિસ્માર રોડ રસ્તા અને ટ્રાફિકની સમસ્યાની ભેટ આપી છે...!!

વડોદરામાં વડાપ્રધાનના આગમન પૂર્વે કેટલાક ચોક્કસ વિસ્તારોમાં શહેરની શકલ સુરત બદલી નાખવામાં આવી છે. જો કે વડાપ્રધાનના રૂટ સિવાયના વિસ્તારોમાં પરિસ્થિતિ વર્ષોથી છે એવી ને એવી જ જોવા મળે છે. તો અહીં સવાલ એ છે કે વડોદરા ના શાશકો શહેરીજનો ને શું મૂર્ખ સમજે છે ? 


     વડોદરા શહેરમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું શાશન છે. ત્રીસ વર્ષથી એકહથ્થું શાશન ચલાવતા શાશકોએ શેહેરીજનોની સુખાકારી માટે સમ ખાવા પૂરતા ત્રીસ સારા કામો કર્યા હોય એવુ શહેરમાં ક્યાંય જોવા મળતું નથી. આટલા વર્ષના શાશનમાં પીવાના પાણી ના સ્ત્રોતમાં આજવા સરોવરનો વિકલ્પ ઉભો કરી શક્યા નથી. પીવાના પાણીના સ્ત્રોત તરીકે નવા તળાવ બનાવવાને બદલે મહીસાગર નદીમાંથી પાણી લેવામાં આવે છે. શાસકોની અણ આવડતના પાપે મહીસાગર નદીના પાણી પેટે પ્રજાના ટેક્ષમાંથી કરોડો રૂપિયા ચૂકવવા પડે છે. આટલા નાણાં ખર્ચ્યા બાદ પણ પાણી માટે કકળાટ કરવો પડે છે. કરોડો રૂપિયા ખર્ચી પીવાના પાણીનો કાયમી ઉકેલ મળતો નથી ત્યારે અત્યાર સુધી ચુકવેલા કે ચુકવવાના નાણાં ના દશ ટકા કરતા ઓછા નાણાં માં એક નવું તળાવ બની જાય. શું આટલું સામાન્ય જ્ઞાન આ કહેવાતા ટેક્નોક્રેટ શાસકોમાં નથી..? ખેર, આવી જ હાલત ડ્રેનેજ અને રોડ રસ્તા ની છે.


વડોદરાના આદ્યસ્થાપક સર સયાજીરાવ ગાયકવાડે બનાવેલી ડ્રેનેજ સીસ્ટમ આજે પણ સલામત છે અને કહેવાતા ટેક્નોક્રેટ શાસકોએ બનાવેલી વરસાદી ગટર અને કાસો પર મસ મોટા ભુવા પડે છે. શહેરમાં દર વર્ષે રોડ પાછળ ત્રીસ થી ચાલીસ કરોડ ખર્ચ્યા બાદ પણ કહેવાતા ટેક્નોક્રેટ શાશકો કમ્મર તોડ રોડ ની ભેટ આપે છે. રોડ રસ્તા ના ઠેકાણા નથી.  હા, શહેરમાં જયારે મુખ્યમંત્રી અથવા વડાપ્રધાન આવવાના હોય તો એ રૂટ પર શહેરની શકલ સુરત બદલાઈ જતી હોય છે. વડોદરા નું એ જ નિષ્ફ્ળ તંત્ર દિવસ રાત કામે લાગી જાય છે અને એવુ બતાવે છે વડોદરાનો વિકાસ એમના જેવો કોઈ કરી શકે એમ નથી. જો કે હાઈ કમાન્ડ ને પણ ખબર હોય છે  એમના રૂટ સિવાય બાકીના વિસ્તારો ગંદા ગોબરા અને ગામડા કરતા પણ પછાત છે. તંત્ર એની નિષ્ફ્ળતાનું પાપ છુપાવવા વી આઈ પી નો રૂટ ચક ચકાટ કર્યો છે અને એટલે જ મુખ્યમંત્રીએ ટકોર કરી હતી કે વડોદરા વિકાસમાં પાછળ છે. જે રાજમહેલ રોડ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હતા એ રોડ લખોટી ગગડે એવો હતો એ રોડ પર રોડ બનાવી દીધો. જયારે રાજમહેલ રોડ ને અડીને આવેલો દાંડિયાબજાર રોડ ગામડાના રોડને સારો કહેવડાવે એવો છે. વર્ષોથી કમ્મર તોડ રોડ બની ગયેલા દાંડિયાબજાર રોડ પર ખાડા સાથે ડ્રેનેજ ની કુંડીઓ રોડ થી નીચે બેસી ગઈ છે જેના કારણે વાહનો પછડાય છે. આવી જ હાલત જયરત્ન બિલ્ડીંગ થી મોતીબાગ સુધીના રોડ ની છે. આ રોડ પર તો ચાર ચાર સ્કૂલો આવેલી છે. વિહાર ટોકીઝ થી ગાજરાવાડી તરફ જવાના માર્ગ પર તો ભંગાર રોડ પર ડ્રેનેજ ની કુંડીઓ એક એક ફૂટ જેટલી નીચે ઉતરી ગઈ છે. ક્લપના કરો વાહન ચાલકોની હાલત કેવી થતી હશે ? ખેર, આવા ઢગલા બંધ રોડ તૂટેલા છે જેને કદાચ આજના શાશકો શાંઘાઈના રોડ ગણતા હશે. રૂ. ૩૫૦૦ કરોડ કરતા વધુનું બજેટ છતાં શહેરની અવદશા કર્યા બાદ નમાલા શાશકો શહેરનો વિકાસ થયો છે એવુ કહેતા શરમાતા નથી. શહેરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટના નામે કોન્ટ્રાકટ આપી તેનું કોઈ સુપરવિઝન થતું નથી જેના કારણે લોકોની તકલીફો જેમની તેમ છે. દબાણો થી રોડ સાંકડા થાય છે અને ટ્રાફિકની સમસ્યા વિકટ બની રહી છે. જો કે મારું તારું ના રાજકરણ વચ્ચે પાક્કા દબાણોના રાફડા શાસકોના નિષ્ફ્ળતાની પોલ ખોલે છે.  વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસત્વ નું કહેવું છે કે આટલો ભ્રષ્ટાચાર અને નિષ્ફ્ળ શાશન મેં કયારેય જોયો નથી.

     કરોડો રૂપિયાનું આંધળુંકિયું કર્યા બાદ પણ જયારે શાશકો વિકાસ નો દાવો કરે ત્યારે અનેક સવાલો ઉભા થાય છે.

Share :

Leave a Comments