શિવજી કી સવારીએ શહેરીજનોમાં આકર્ષણ જમાવ્યું

શહેર આખુ બન્યું શિવમય

MailVadodara.com - Shivji-ki-Waraya-attracted-the-attention-of-urbanites

દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાનો મહાપર્વ એટલે મહાશિવરાત્રી. આજે શિવરાત્રીના પવિત્ર પર્વની શહેરમાં શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી શરૂ કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી શિવજીની સવારી એટલે કે શિવ યાત્રા નું ભવ્ય આયોજન થાય છે. સત્યમ શિવમ સમિતિ દ્વારા આયોજિત શિવજી કી સવારીમાં વડોદરા વાસીઓ મોટી સંખ્યામાં હાજર રહે છે. વર્ષોની પરંપરા મુજબ રણ મુક્તેશ્વર મહાદેવ મંદિર થી શિવજીની સવારી નીકળે છે અને સલાટવાડા ખાતે સંપન્ન થાય છે.


આજે શિવરાત્રીના મહાપર્વ નિમિતે રણ મુકતેશ્વર મંદિર થી શિવજીની સવારી એ પ્રસ્થાન કર્યું હતું. શિવજી ની સવારી પૂર્વે મહાદેવની આરતીમાં શહેરના મેયર પિન્કીબેન સોની, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય અને વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લા, ધારા સભ્ય કેયુર રોકડીયા, ભાજપ શહેર પ્રમુખ ડૉ. વિજય શાહ, કોંગ્રેસના સિનિયર કાઉન્સિલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોષી સહિત કાઉન્સિલરો અને નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. બમ બમ ભોલે ના ગગનભેદી નારા સાથે હજારોની સંખ્યામાં શિવભક્તો ની હાજરીમા શિવજી કી સવારી એ પ્રસ્થાન કર્યું હતું. રણ મુક્તેશ્વરથી નીકળેલી શિવજી કી સવારીની ભવ્યતા નિહાળવા લોકો સડકો ની બંને બાજુ ઉમટી પડ્યા હતા. શિવજી કી સવારી માંડવી, ન્યાયમંદિર, રાજમહેલ રોડ,  અમદાવાદી પોળ પહોંચી હતી.


આ દરમ્યાન વિવિધ સ્થળે શિવજી કી સવારી નું સ્વાગત કરવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક લોકો અને આગેવાનો દ્વારા પ્રસાદ અને શિવજીના ભજન અને શ્લોક વગાડવામાં આવ્યા હતા. શિવજી કી સવારીનું સ્વાગત કરવા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અમદાવાદી પોળથી  રાવપુરા રોડ પર પહોંચેલી શિવજી કી સવારીમાં સહભાગી થવા શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શિવજી કી સવારીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતાં સમગ્ર શહેર જાણે શિવમય બની ગયું હતું. શિવજી કી સવારી રાવપુરાથી સલાટવાડા પહોંચી હતા જ્યાં સવારીની પુર્ણાહુતી થઈ હતી.


શિવજી કી સવારી એ શહેરમાં શિવ ભક્તોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું.


Share :

Leave a Comments