દેવ દિવાળીએ નરસિંહજીના વરઘોડા નિમિત્તે કાયદો વ્યવસ્થા જાળવવા શાંતિ સમિતિની બેઠક યોજાઈ

વરઘોડા પૂર્વે ડીસીપી પન્નાબેન મોમાયાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળી

MailVadodara.com - Shanti-Samiti-meeting-held-to-maintain-law-and-order-on-Dev-Diwali

દેવ દિવાળી નિમિત્તે આગામી સોમવારે નરસિંહજીના વરઘોડા નિમિત્તે કાયદો વ્યવસ્થા જાળવવા સંવેદનશીલ વિસ્તાર સહિત શહેરના અગ્રણીઓની શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.

દેવ દિવાળી પ્રસંગે ભગવાન નરસિંહજીનો વરઘોડો નરસિંહજીની પોળ મહાત્મા ગાંધી રોડથી તુલસીવાડી સુધી ભવ્ય રીતે નીકળે છે જેમાં ભક્તજનોની ભારે ભીડ પણ દર્શનાર્થે અને પ્રભુના લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહેવા ઉમટે છે. જેથી આ પ્રસંગે કાયદો વ્યવસ્થા અને શાંતિ જાળવવા બાબતે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન મુજબ પોલીસ બંદોબસ્ત જાળવવા સીટી પોલીસ સ્ટેશન કારેલીબાગ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓને આદેશ જારી કર્યા છે ત્યારે ભગવાન નરસિંહજીના વરઘોડા સાથે રહીને શાંતિ સમિતિના સભ્યો અને ફ્રેન્ડ ઓફ પોલીસ સહિત સ્થાનિક  આગેવાનો તથા ફતેપુરા કુંભારવાડા અને તુલસીવાડી શાંતિ સમિતિના સભ્યો મળીને વરઘોડા દરમિયાન શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.

ડીસીપી પન્નાબેન મોમાયાના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી અને ભગવાન નરસિંહજીના વરઘોડામાં કોમી એકતાના દર્શન થાય તેવી એકતા જાળવવા અપીલ કરાઈ હતી.

Share :

Leave a Comments