આવતીકાલે શનિદેવ જયંતી : વાડી સ્થિત શનિદેવ મંદિરને અનખો શણગાર કરાયો

વાડી શનિદેવ મંદિર ખાતે આવતીકાલે વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું

MailVadodara.com - Shanidev-Jayanti-tomorrow-The-Shanidev-temple-located-in-Wadi-was-decorated-in-various-ways

- શનિ મંદિરના પ્રશાસન દ્વારા ભક્તજનોને કોઈ પણ અગવડતા ન પડે તે માટે ઠંડા કુલર તેમજ પાણીના સ્પ્રેનો છંટકાવ તથા ઠંડા પીણા તેમજ છાસની વ્યવસ્થા કરવામાં આવી


ન્યાયના દેવતા શનિદેવ મહારાજનો આવતીકાલે જન્મ મહોત્સવ નિમિત્તે વાડી શનિદેવ મંદિર ખાતે મંદિરને અનખો શણગાર કરવામાં આવ્યો છે તેમજ મંદિર પ્રશાસન દ્વારા ભક્તજનો માટે અલાયદી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.

વડોદરામાં વિવિધ જગ્યાએ ન્યાયના દેવતા શનિદેવ મહારાજના મંદિર સ્થાપવામાં આવ્યા છે, એમાંથી સૌથી વધારે આસ્થા ધરાવતું અને જાણીતું વાડી શનિદેવ મંદિર ખાતે તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. મંદિરને શણગારવાથી લઈ ભક્તજનો માટે મંદિર પ્રશાસન દ્વારા અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

શનિદેવ મહારાજના જન્મ મહોત્સવની આવતીકાલે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવનાર છે, ત્યારે વાડી શનિદેવ મંદિર ખાતે આવતીકાલે વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થશે. તેમજ જન્મ જયંતી નિમિત્તે વિવિધ મનોરથ રાખવામાં આવશે. વહેલી સવારે 5:45 વાગે કલાકે શહેનાઈ વાદન સાથે મંદિરના દ્વાર ખુલશે અને આરતીનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ સવારે 6 વાગે ધવલ કુમારના સ્વરકંઠે સુંદરકાંડનું આયોજન, 9.15 વાગે આરતીનું આયોજન તેમજ જન્મ અભિષેક તેમજ પૂજન સવારે 11:30 વાગે રાખવામાં આવેલ છે, ત્યારબાદ બપોરના 12.30 કલાકે શનિદેવ મહારાજની જન્મ આરતીનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ બપોરના 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી મંદિરના દ્વાર બંધ રહેશે.


સાંજે 5.45 વાગે અન્નકૂટ દર્શનની સાથે શ્રી શનિદેવ ભગવાનના વિશેષ શણગારના પણ દર્શન તેમજ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ સાંજે 8 વાગ્યે જીગ્નેશ શાહના સ્વર કંઠે સિમ્ફની ધી મ્યુઝિક દ્વારા ભજન સંધ્યાનું કાર્યક્રમ યોજવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આવતીકાલે શની જયંતિમાં ભક્તજનનો ઘોડાપૂર જોવા મળશે, ત્યારે વાડી ખાતે આવેલ શનિ મંદિરના પ્રશાસન દ્વારા ભક્તજનોને કોઈ પણ અગવડતા ન પડે તે માટે ઠંડા કુલર તેમજ પાણીના સ્પ્રેનો છંટકાવ તથા ઠંડા પીણા તેમજ છાસની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોના ભોળાપુરના કારણે ટ્રાફિકની સમસ્યા ન ઉદ્ભવે તેની પણ પૂર્ણ તકેદારી વાડી શનીદેવ મંદિરના પ્રશાસન દ્વારા રાખવામાં આવી છે.

Share :

Leave a Comments