તરસાલી બાયપાસ પાસે જાહેરમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા

ક્રાઇમ બ્રાન્ચે બાતમી આધારે નવીનગરીમાં રેડ પાડી હતી

MailVadodara.com - Seven-people-caught-gambling-in-public-near-Tarsali-Bypass

- ક્રાઇમ બ્રાન્ચે સ્થળ પરથી 16 હજારની કિંમતના 5 મોબાઇલ ફોન અને રોકડ સહિત 43,900નો મુદ્દામાલ જપ્ત કર્યો


વડોદરાના તરસાલી બાયપાસ પાસે નવીનગરીમાં જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગ હતી. તે દરમ્યાન તરસાલી બાયપાસ પાસે વડદલા રોડ પર આવેલ નવીનગરી ખાતે જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતાં કુલ સાત ઇસમોને ઝડપી પાડયા હતા. 

ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્થળ જમીનદાવ પરથી કુલ રૂપિયા ૨૭,૯૦૦ રોકડા અને મોબાઈલ ફોન નંગ-5 કિંમત ૧૬,૦૦૦ અને પત્તા પાના મળી કુલ રૂપિયા ૪૩,૯૦૦નો મુદામાલ જપ્ત કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડેલા જુગારીઓમાં કમલેશ વિઠ્ઠલભાઇ પરમાર (રહે. તરસાલી સ્મશાન સામે, વુડાના મકાન), વિપુલ ભાયલાલભાઇ રોહીત (રહે. ગામ સરસવણી, પાદરા) વિજય શંકરભાઇ ઠાકોર (રહે. તરસાલી ગામ, ચોરાવાળુ ફળીયુ) રમેશભાઇ રમણભાઇ બારીયા (રહે. તરસાલી સ્મશાન સામે, વુડાના મકાન), ચંદ્રકાંત શંકરભાઇ પ્રજાપતી (રહે. વિશાલનગર, તરસાલી) પરેશ વિનુભાઇ ઠાકોર (રહે. ગામ ભાલીયાપુરા, ટેકરાવાળું ફળીયુ, વડોદરા) સંતોષ આત્મારામ કદમ (રહે. સિધ્ધેશ્વર હેબીટેટ, બાયપાસ પાસે, તરસાલી)ની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments