- બાળકની પુછપરછ કરતા તેને જણાવ્યું, તે માં સર્વિસ સ્ટેશનમાં છેલ્લા એક મહિનાથીથી કામ કરું છું, મને રોજના રોકડા 300 રૂપિયા પગાર આપે છે
વડોદરાના દશરથ બ્રિજ પાસે માં શક્તિ સર્વિસ સ્ટેશનમાં બાળકને ગોંધી રાખીને મજૂરી કરાવતા સર્વિસ સ્ટેશનના માલિકની ધરપકડ કરવામાં આવી કરી છે અને બાળકને મુક્ત કરાવ્યો છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને બાતમી મળી હતી કે, દશરથ બ્રીજ પાસે આવેલ માં શક્તિ સર્વિસ સ્ટેશનનો માલિક નાના છોકરાઓ પાસેથી બાળ મજૂરી કરાવી તેઓનું આર્થિક તેમજ માનસિક શોષણ કરે છે, તેવી હકીકતના આધારે માં શક્તિ સર્વિસ સ્ટેશમાં રેડ કરી હતી અને ચેક કરતા 15 વર્ષનો એક સગીર મળી આવ્યો હતો. આ બાળકની પુછપરછ કરતા તેને જણાવ્યું હતું કે, તે માં સર્વિસ સ્ટેશનમાં છેલ્લા એક મહિનાથીથી કામ કરું છું. મને રોજના રોકડા 300 રૂપિયા પગાર આપે છે.
સર્વિસ સ્ટેશન માલિકે સગીર બાળકનું માનસિક અને આર્થિક શોષણ કર્યું છે, જેથી સર્વિસ સ્ટેશન માલિક સુનીલ ગોપાલભાઇ પ્રજાપતિ (રહે. 24, યોગીરાજ ઉપવન આઇ.સી.ડી. રોડ દશરથ) સામે છાણી પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ જસ્ટીસ એક્ટ- 2015ની કલમ-79 મુજબની ફરીયાદ નોંધાઈ છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા આ બાળકને બાળમજુરીમાંથી મુક્ત કરાવી તેના સગા સંબંધીઓને સોંપવામાં આવ્યો છે. આ મામલે છાણી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા અવારનવાર રેડ કરીને બાળ મજૂરી કરતા બાળકોને છોડાવવામાં આવે છે.