ચક્રવાતની દહેશત વચ્ચે વડોદરામાં ગુરૂ-શુક્રવારે સ્કૂલ ચાલુ રહેશે, વાલી મંડળની બે દિવસ રજા રાખવા માંગ

વડોદરા જિલ્લાની સ્કૂલો માટે રાજ્ય સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવાયો નથી!

MailVadodara.com - Schools-will-continue-in-Vadodara-on-Thursday-Friday-amid-cyclone-threat-parents-demand-two-days-holiday

- પ્રતિ 4 કલાકે હવામાન વિભાગ દ્વારા ચક્રવાતનું અપડેટ અપાય છે, જરૂર પડે સ્કૂલોમાં રજા રાખવી કે નહિં તેનો નિર્ણય લઇશું : જિલ્લા કલેક્ટર

ગુજરાત માથે મંડરાયેલા બિપોરજાેય ચક્રવાત આગામી બે દિવસમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાનું છે. ત્યારે વડોદરા જિલ્લા કલેક્ટર અતુલ ગોરે જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લો પ્રમાણમાં સલામત છે. છતાં ભારે પવન સાથે ભારે વરસાદ પડે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. તો દરેક જિલ્લા વાસીઓને સાવચેત રહેવું જાેઇએ. જોકે, વડોદરા શહેર-જિલ્લાના વિદ્યાર્થીઓને બિપોરજાેય ચક્રવાતની દહેશત વચ્ચે ગુરૂવારે અને શુક્રવારે સ્કૂલમાં જવું પડશે. હજુ વડોદરા જિલ્લાની સ્કૂલો માટે સ્થાનિક પ્રશાસન કે રાજ્ય સરકાર દ્વારા બિપોરજાેય ચક્રવાતને લઇ કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે, વાલી મંડળ દ્વારા ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ સ્કૂલોમાં રજા જાહેર કરવા માંગણી કરી છે.

વિનાશક બિપોરજાેય ચક્રવાત અંગે જિલ્લા કલેક્ટર અતુલ ગોરે જણાવ્યું હતું કે, ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ ગુજરાતના દરીયા કિનારા વિસ્તારમાં ચક્રવાતનો ખતરો છે. પરંતુ, વડોદરા જિલ્લો ચક્રવાતને લઇ પ્રમાણમાં સલામત છે. છતાં, ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી છે. ત્યારે વડોદરા જિલ્લાના વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યું છે. જિલ્લાના તમામ ગામોના તલાટીઓને તેમજ તાલુકા મામલતદારોને હેડ ક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે. તંત્ર કોઇપણ સંભવિત પરિસ્થીતીને પહોંચી વળવા માટે સજ્જ છે.


આગામી ગુરૂવાર અને શુક્રવારે બિપોરજાેય ચક્રવાતનો ખતરો છે ત્યારે વડોદરા શહેર-જિલ્લાની સ્કૂલોમાં રજા જાહેર કરવાની કોઇ વિચારણ કે આયોજન અંગે જિલ્લા કલેક્ટર અતુલ ગોરે જણાવ્યું કે, હાલની આગાહીને જોતા સ્કૂલોમાં રજા રાખવા માટે કોઇ વિચારણા કે આયોજન નથી. પ્રતિ 4 કલાકે હવામાન વિભાગ દ્વારા ચક્રવાતનું અપડેટ આપવામાં આવે છે. જરૂર પડે સ્કૂલોમાં રજા રાખવી કે નહિં તેનો નિર્ણય લઇશું.

જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસે બિપોરજાેય ચક્રવાતની દહેશતને લઇ સ્કૂલોમાં રજા રાખવી કે નહિં તે અંગે જણાવ્યું કે, હાલ ગુરૂવાર અને શુક્રવારે રજા રાખવાનો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. છતાં, ડિજાસ્ટર મેનેજમેન્ટના ચેરમેન કલેક્ટર હોઇ, તેઓની સાથે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લઇશું. પરંતુ, હાલ પુરતો ગુરૂવાર અને શુક્રવારે રજા રાખવાનો કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

વડોદરા વાલી મંડળના પ્રમુખ કિશોરભાઇ પિલ્લઇએ જણાવ્યું હતું કે, ગુજરાતના માથે બિપોરજાેયનો ખતરો વધી ગયો છે. આગામી ગુરૂવાર અને શુક્રવારે વિનાશક ચક્રવાત આવનાર છે. તેની અસર સમગ્ર ગુજરાત સાથે વડોદરામાં પણ થવાની છે. ત્યારે આગામી ગુરૂવાર અને શુક્રવારે બિપોરજાેય ચક્રવાતનો લઇ વડોદરા શહેર-જિલ્લાની તમામ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં રજા જાહેર કરવા મારી માંગણી છે. આ બાબતે અમે જિલ્લા શિક્ષણાધિકારીને પણ રજૂઆત કરનાર છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમે વડોદરા બાર એસોસિએશને પણ નક્કી કર્યું છે કે, બિપોરજાેય ચક્રવાતને ધ્યાનમાં લઇ ગુરૂવાર અને શુક્રવારે કોઇ અસીલ આવી ન શકે તો તેની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવે નહિં. કોઇ અસીલ સામે કોઇ પણ પ્રકારનું વોરન્ટ પણ કાઢવામાં આવે નહિં તે અંગે સબંધિત કોર્ટને રજૂઆત કરવામાં આવી છે.

વાલી પ્રશાંતભાઇ ગજ્જરે જણાવ્યું હતું કે, ગુજરાતના માથે મંડરાયેલા બિપોરજાેય ચક્રવાતની અસર વડોદરા જિલ્લામાં પણ થઇ શકે છે. ભારે પવન સાથે સાથે વરસાદ પડવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારે ચક્રવાત માટે જોખમી બે દિવસ ગુરૂવાર અને શુક્રવારે રજા જાહેર કરવી જોઇએ. વાલી તરીકે અમોને અમારા બાળકો સ્કૂલમાં જશે ત્યારે સતત ચિંતામાં રહેવું પડશે. આથી બે દિવસ રજા જાહેર કરવા માંગણી છે.

Share :

Leave a Comments