- બનાવની જાણ પરિવારને થતા પરિવારના સભ્યો દોડી આવ્યા હતાં, વિદ્યાર્થી પાસેથી કોઇ સ્યુસાઇડ નોટ ન મળી, પોલીસે તપાસ શરૂ કરી
વડોદરાની સયાજી હોસ્પિટલમાં આવેલ પી. જી. હોસ્ટેલમાં વિદ્યાર્થીએ આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ બનાવને લઈ તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. હાલમાં વિદ્યાર્થીના આપઘાત પાછળ કારણ અકબંધ છે.
પોલીસની પ્રાથમિક વિગતો અનુસાર, વિદ્યાર્થી ચેન્નાઈનો રહેવાસી છે અને તેનું નામ ડો.સહાય ઝરીન (28 વર્ષ) હોવાનું સામે આવ્યું છે. આ બનાવ સાડા અગ્યાર વાગ્યે બનતા પોલીસ કંટ્રોલ નંબર પર વર્ધી મળી હતી. તે એનેસ્થેસિયાનો એમ.ડી. વિદ્યાર્થી હતો. પોલીસે આ મામલે પોતાની ટીમે આધારે તપાસ કરી રહી છે.
આ અંગે એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું કે, આ તપાસમાં ટીમ આવી ત્યારે દરવાજો બંધ હતો. ત્યારબાદ તેના મિત્ર દ્વારા દરવાજો તોડવામાં આવ્યા હતો. આ વિદ્યાર્થી ગોત્રી વિસ્તારમાં તેની માતા સાથે રહે છે અને સવારે સાત વાગ્યાની આસપાસ તે અહીંયા આવ્યો હતો અને ત્યારબાદ આ પગલું ભર્યું છે. અમે આ બાબતે તપાસ કરી રહ્યા છીએ.
બનાવ અંગે પરિવારને જાણ થતા પરિવારના સભ્યો દોડી આવ્યા હતાં અને વિદ્યાર્થીના મોતને લઇ આક્રંદ કર્યુ હતું. આ બનાવ અંગે હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થી પાસેથી કોઇ સ્યુસાઇડ નોટ મળી આવી નથી. આ આપઘાત શા માટે કર્યો તે બાબતે તપાસ બાદ ખબર પડશે.