સગીરાને ગોંધી દુષ્કર્મ આચરનાર પરિણીત યુવકને સાવલી પોક્સો કોર્ટે આજીવન સખત કેદની સજા

વર્ષ 2022માં સંખેડાના શીગામના કૌશિક તડવી સામે વાઘોડિયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી

MailVadodara.com - Savli-POCSO-court-sentences-married-man-to-life-imprisonment-for-raping-minor

- સગીરાને લલચાવી ભગાડી જઇ બે મહિના સુધી ગોંધી રાખી દુષ્કર્મ આચરનાર આરોપી કૌશિક તડવીને કોર્ટે આજીવન સખત કેદની સજા અને 50 હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો

વાઘોડિયા પોલીસ મથકમાં વર્ષ 2022માં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના શીગામના કૌશિક બિપીનભાઇ તડવી સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદના આધારે વાઘોડિયા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા જિલ્લાના સાવલી પોક્સો કોર્ટે સગીરા સાથે દુષ્કર્મના આરોપીને આજીવન સખત કેદની સજા અને રૂપિયા 50 હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો છે.


પોલીસ તપાસમાં આરોપી કૌશિક તડવી સગીરાને લલચાવીને ભગાડી જઈ રાધનપુર તથા ભુજ ખાતે લઈ ગયો હતો અને બે મહિના સુધી ગેરકાયદેસર ગોંધી રાખી હતી. પોતે પરણિત હોવા છતાંય પોતાની પત્ની અને બાળકોને સાથે રહેતો હતો અને સગીરાને પણ પોતાની સાથે રાખી દુષ્કર્મ આચરતો હતો.

આ કેસ સાવલીની પોક્સો કોર્ટમાં ચાલી જતાં જજ જે. એ. ઠક્કરે આરોપીને કસૂરવાર ઠેરવીને આજીવન કેદ એટલે કે કુદરતી નિત્યક્રમ સુધી જીવે ત્યાં સુધીની સખત કેદની સજા અને રૂપિયા 50 હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો. ઉપરાંત જિલ્લા લીગલ ઓથોરિટીને પીડિતાના પરિવારને વિકટીમ કોમ્પેનસેશન સ્કીમ મુજબ રૂપિયા 4 લાખની સહાય ચૂકવવા ભલામણ કરી છે.

Share :

Leave a Comments