સગીરા સાથે દુષ્કર્મ આચરનાર પરિણીત આરોપીને સાવલી પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

દુષ્કર્મ આચરનાર નસવાડીના ઉમરકોઇ ગામના આરોપી નરેશ નાયકા સામે ફરિયાદ નોંધાઇ હતી

MailVadodara.com - Savli-POCSO-court-sentences-married-accused-to-life-imprisonment-for-raping-minor

- આરોપીએ સગીરાને રાજકોટ, ગુડગાંવ, હરિયાણા મોરબી જેવા સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું

- કોર્ટે આરોપીને કુદરતી ક્રમ સુધી જીવે ત્યાં સુધીની સજા અને 50 હજારનો દંડ પણ ફટકાર્યો

વડોદરા જિલ્લાના વાઘોડિયામાં દોઢ વર્ષ પહેલાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને સાવલી પોક્સો કોર્ટે કસુરવાર ઠેરવી આજીવન કેદની સજા અને રૂપિયા 50 હજાર દંડનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી સગીરાને ભગાડી ગયો હતો.


આ બનાવની વિગત એવી છે કે, તા. 7-8-2024 ના રોજ સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરેશ મધુભાઈ નાયકા (રહે. ઉમરકોઇ, તા. નસવાડી, જિલ્લો છોટાઉદેપુર) સામે ફરિયાદ નોંધાઇ હતી. સગીરા પરિવાર સાથે મજૂરી કામે વાઘોડિયા જી.આઈ.ડી.સી.માં આવી હતી. ત્યારે પરિણીત આરોપી ફોસલાવીને ભગાડી ગયો હતો. આરોપી નરેશ નાયકાએ સગીરાને દુકાન ઉપર સામાન અપાવવાના બહાને બોલાવી હતી. અને તેને ભગાડીને લઇ ગયો હતો. આરોપીએ સગીરાને રાજકોટ, ગુડગાંવ, હરિયાણા મોરબી જેવા સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. આ કેસ સાવલી પોક્સો કોર્ટમાં ચાલી જતાં જજ જે. એ. ઠક્કરે આરોપી નરેશ નાયકા કુદરતી ક્રમ સુધી જીવે ત્યાં સુધીની સજા અને રૂપિયા 50 હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો.

Share :

Leave a Comments