- શહેરમાં પનીર, ખાદ્યતેલ, આઇસ્ક્રીમ, પેકેજ્ડ ડ્રીંકીંગ વોટર, ગાયનું દૂધ, દહી વગેરેનું વેચાણ કરતા ડિસ્ટ્રીબ્યુટર, રીટેલર, રેસ્ટોરન્ટમાંથી નમૂના લેવાયા હતા
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં પનીર, ખાદ્ય તેલ, આઇસક્રીમ, પેકેજ્ડ ડ્રિકિંગ વોટર, ગાયનું દૂધ, દહી વગેરેનું વેચાણ કરતા ડીસ્ટ્રીબ્યુટર, રીટેલર, રેસ્ટોરન્ટ વગેરેમાં સઘન ઇન્સ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી. આ તપાસની કામગીરી દરમિયાન લેવામાં આવેલ નમૂનાઓમાં 8 નમૂનાઓ ફેઈલ થયા છે. આ વેપારીઓ સામે ફુડ સેફટી એન્ડ એકટ અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની સૂચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદાર ડૉ. મુકેશ વૈદ્યના માર્ગદર્શન હેઠળ ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફિસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં પનીર, ખાદ્યતેલ, આઇસ્ક્રીમ, પેકેજ્ડ ડ્રીંકીંગ વોટર, ગાયનું દૂધ, દહી વગેરેનું વેચાણ કરતા ડિસ્ટ્રીબ્યુટર, રીટેલર, રેસ્ટોરન્ટ વગેરેમાં સઘન ઇન્સ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી.
ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફિસરો દ્વારા વડોદરાનાં સનફાર્મા રોડ, હરણી, તરસાલી, અલકાપુરી, મકરપુરા રોડ, ગોલ્ડન ચોકડી વગેરે વિસ્તારોમાં આવેલા ડિસ્ટ્રીબ્યુટર, રીટેલર, રેસ્ટોરન્ટમાંથી પનીર, ખાદ્ય તેલ, આઇસ્ક્રીમ, પેકેજ્ડ ડ્રીંકીંગ વોટર, ગાયનું દૂધ, દહી વગેરેનાં 8 નમૂના ફુડ એનાલિસ્ટ પબ્લિક હેલ્થ લેબોરેટરી, ફતેગંજ ખાતેના પૃથ્થકરણ રીપોર્ટ આધારે અપ્રમાણસરના જાહેર થયેલ છે. જે તમામ 8 નમૂના સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે. જે વેપારીઓની સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય બાબત એ છે કે, લોકોએ વિવિધ ચીજવસ્તુઓ આરોગી લીધા બાદ રિપોર્ટ આવ્યો છે.