- પોલીસ દ્વારા ગોડાઉનને સીલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી, સીરપની બોટલોમાંથી સેમ્પલો મેળવીને ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા
વડોદરા જિલ્લાના બાજવા ગામ પાસે આવેલી રેલવે ફાટક નજીક એસઓજીની ટીમે કરોડો પાડીને નશાયુક્ત સીરપનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. ગોડાઉનમાં તપાસ કરતા રૂપિયા 66.06 લાખની સીરપની 367 પેટીઓ મળી આવી હતી. જોકે ગોડાઉનમાંથી કોઈ આરોપીઓ પકડાયા નહી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસ દ્વારા સીરપના સેમ્પલ મેળવી ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે. ગોડાઉનને સીલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરાઇ છે.
તાજેતરમાં જ ખેડા જિલ્લામાં નશાયુક્ત સીરપનું સેવન કરવાના કારણે કેટલાક લોકોના મોત નીપજ્યા હતા. પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા. ખેડા સીરપકાંડનો રેલો વડોદરા સુધી પહોંચ્યો હતો. ત્યારે પરિવાર વડોદરા જિલ્લામાં નસીલી સિરપ પકડાતા ચકચાર મચી ગઈ છે. શહેરમાં કેટલાક શખ્સો દ્વારા નશીલી સીરપો બનાવવાની ફેક્ટરી સ્થાપીને ગેરકાયદેસર રીતે દવાઓનું ઉત્પાદન કરતું હોય છે. જ્યારે કેટલાક બહારથી સીરપ મંગાવીને એનું માત્ર વેચાણ કરીને નફો રડી લેતા હોય છે.
એસઓજી પોલીસની ટીમ આવા નસીલા પદાર્થનું વેચાણ કરનાર શખસો પર સતત બાજ નજર રાખે છે. ત્યારે બાજવા વિસ્તારમાં આવેલી રેલવે ફાટક પાસે એક ગોડાઉનમાં નશાયુક્ત સીરપનો જથ્થો મૂકવામાં આવ્યો હોવાની બાતમી વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મળી હતી. જેના આધારે એસઓજીની ટીમે બાતમી મુજબના ગોડાઉનમાં એકાએક દરોડો પાડ્યો હતો. જોકે ગોડાઉનમાંથી કોઈ આરોપી હાજર ન હતું. આ ગોડાઉનમાંથી જ વડોદરા શહેર સહિત અન્ય જગ્યા પર નસીલા સીરપની બોટલો પહોંચાડવામાં આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. એસસોજી દ્વારા ગોડાઉનમાંથી રૂપિયા 66.06 લાખની 367 પેટી નસીલા સીરપની પેટીઓ મળી આવતા કબ્જે કરવામાં આવી છે. આ બોટલોમાંથી સેમ્પલો મેળવીને ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે.પોલીસ દ્વારા ગોડાઉનને સીલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરાઇ છે.