આસોજ ગામના બુટલેગરના મકાનમાં SMCનો દરોડો, 4.81 લાખના મુદ્દામાલ સાથે 3 ઝડપાયા

સ્ટેટ મોનિટરિંગ સેલે મોડી સાંજે દરોડો પાડી 1.69 લાખના દારૂ ઝડપી પાડ્યો

MailVadodara.com - SMC-raids-bootleggers-house-in-Asoj-village-3-nabbed-with-worth-4-81-lakh

- અન્ય 4 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરાયા, બુટલેગરોમાં ફફડાટ ફેલાયો


વડોદરા શહેર નજીક આસોજ ગામના બુટલેગરના મકાનમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોડી સાંજે દરોડો પાડી રૂપિયા 1.69 લાખના દારૂ સાથે કુલ રૂપિયા 4.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ રેડમાં ત્રણ આરોપીને દબોચી લેવામાં આવ્યા છે. જ્યારે 4 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરાયા છે. આ બનાવ અંગે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીને પગલે બુટલેગરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.


વડોદરા શહેર-જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. અત્યાર સુધીની કાર્યવાહીમાં પ્રોહિબીશન અને જુગારના કેસો પકડી પાડવામાં ટીમને સફળતા મળી છે. ત્યારે વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મંજુસર પોલીસ મથક હદ વિસ્તારમાં દરોડા પાડી સ્થાનિક પોલીસ તંત્રના મેળાપીપણાનો પર્દાફાશ કર્યો છે. મોડી સાંજે વડોદરા ગ્રામ્યમાં આવતા આસોજના ભાથુજી ફળિયામાં ઘરમાં સંતાડીને રાખવામાં આવેલો દારૂ પકડી પાડવામાં આવ્યો હતો.


સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીમાં રૂપિયા 1.69 લાખના દારૂ સહિત મોબાઇલ, રોકડા, અને વાહન મળીને કુલ રૂપિયા 4.81 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 3ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 4ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ટીમે દારૂનું વેચાણ કરનાર ઘનશ્યામ મોહનભાઇ પાટણવાડીયા (રહે. આસોજ), ગ્રાહક- કૃણાલ નિલેશભાઇ પાટણવાડીયા (રહે. આસોજ) અને અશ્વિન બાબરભાઇ પરમાર (રહે. છાણી જકાતનાકા)ની ધરપકડ કરી છે.


જ્યારે દારૂ મંગાવી આપનાર પ્રવિણ રાજીવભાઇ ઠાકોર (રહે. આસોજ), દારૂની હેરાફેરી કરનાર રમેશ પાટણવાડીયા (રહે. આસોજ), દારૂનો જથ્થો પુરો પાડનાર મુન્નો જયસ્વાલ (રહે. સાવલી) અને દારૂનો જથ્થો પુરો પાડનાર સપ્લાયર સાગર જયસ્વાલ (રહે. સાવલી)ને વોન્ટેડ જાહેર કર્યા છે. જે પૈકી કેટલાક લિસ્ટેડ હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ એસ. વી. ગોસ્વામીના નેતૃત્વમાં રેડ કરવામાં આવી હતી.

Share :

Leave a Comments