વડોદરા શહેરમાં વિકાસના નામે આડેધડ કરોડો રૂપિયા ફૂંકી મારતા શાસકોની અણ આવડત ના પાપે વિકાસનું સપનું પૂરું થતું નથી. કમ્મર તૂટી જાય એવા ઢગલાબંધ રોડ છે એવા રોડ બનતા નથી. જ્યાં લખોટી ગગડે એવા રોડ છે ત્યાં રોડ પર રોડ બની રહ્યા છે. માંજલપુરમાં રૂપિયા નવ કરોડ કરતા વધુ ના ખર્ચે લખોટી ગગડે એવા રોડ પર રોડ અને પેવર બ્લોકના ફૂટપાથ બની રહ્યા છે. પેવર બ્લોકના ફૂટપાથ પણ સારી હાલતમાં હતા એ ઉખાડી નવા નાખવમાં આવી રહ્યા છે. જો કે પેવર બ્લોકનું કામ પૂરું થાય એ પહેલા જ પંડિત દિન દયાળ આવસ નજીક પેવર બ્લોક ઉખાડી ગયા છે. વિકાસના કામો કરવામાં સદંતર નિષ્ફ્ળ શાસકો આવી રીતે કામો કરશે તો પ્રજાના નાણાં નો વેડફાટ થશે એ નક્કી છે..!!