ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો સામે શાશકો અને અધિકારીઓ નતમસ્તક..!

૧૦ બાય ૧૦ ના માત્ર હોર્ડિંગ્સની પરવાનગી સામે ત્રણ ઘણા મોટા ૧૫ જેટલા હોર્ડિંગ્સ લાગ્યા..!!

MailVadodara.com - Rulers-and-officials-bow-down-to-the-organizers-of-Test-of-Vadodara

- ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો પર કોના ચાર હાથ..?


વડોદરા શહેરમાં આડેધડ લાગતા હોર્ડિંગ્સ સામે પાલિકાએ લાલ આંખ કરી છે.  જો કે નવલખી મેદાનમાં ચાલતા ટેસ્ટ ઓફ વડોદરા ના આયોજકો સામે શાસકો અને વહીવટી તંત્ર નતમસ્તક છે. ટેસ્ટ ઓફ વડોદરા ને માત્ર દશ બોર્ડ લગાવવાની પરવાનગી સામે ત્રણ ઘણા મોટા ૧૫ જેટલા મોટા હોર્ડિંગ્સ ઠોકી બેસાડવામા આવ્યા છે.

    વડોદરા શહેરમાં નીતિ નિયમો અને કાયદા વગદાર લોકો સામે પાંગળા સાબિત થાય છે. તાજેતરમાં પાલિકાનું વહીવટી તંત્ર સફાળું જાગ્યુ છે અને શહેરની ઐતિહાસિક ઇમારતો અને ચાર રસ્તા ના જંકશનો પર લાગેલા ગેરકાયદેસર હોર્ડિંગ્સ ઉતારી રહ્યું છે. જો કે પાલિકાના શાસકો અને વહીવટી તંતરના અધિકારીઓ નવલખી મેદાન ખાતે  ચાલી રહેલા ટેસ્ટ ઓફ વડોદરા ના આયોજકો સામે જાણે નતમસ્તક હોય તેમ જણાઈ  રહ્યું છે. નવલખી મેદાન ની લોખંડ ની જાણી ઢંકાઈ જાય એવી રીતે મસ મોટા હોર્ડિંગ્સ ઠોકી બેસાડવામાં આવ્યા છે. પાલિકાના જમીન મિલ્કત વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર સ્થાયી સમિતિએ આપેલી  મંજુરી  મુજબ ૧૦❌️૧૦   ની સાઈઝ ના માત્ર ૧૦ જ હોર્ડિંગ્સ લગાવવાની પરવાનગી આપવામાં આવી છે. જો કે નવલખી મેદાનની જાળી ઢંકાઈ જાય એવી રીતે નિયત કરેલી સાઈઝ કરતાં ત્રણ ઘણા  મોટા આશરે  ૧૫ જેટલાં મોટા હોર્ડિંગ્સ ઠોકી બેસાડવા મા આવ્યા છે. આથી  વિશેષ  સ્થાયી સમિતિ ની મંજુરી  મળે એ પહેલા જય આયોજકો એ આડેધડ હોર્ડિંગ્સ ઠોકી બેસાડ્યા હતા. સ્થાયી સમિતિના અધ્યક્ષ આ અંગે હંમેશાની  જેમ ગોખેલો જવાબ આપી રહ્યા છે.


હિતેન્દ્ર પટેલ નું કહેવું છે કે નીતિ નિયમો મુજબ પરવાનગી આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસના પાલિકામાં વિરોધ પક્ષના નેતાએ શાસકો સામે ગંભીર આક્ષેપો કરી રહ્યા છે.અમી રાવત નું કહેવું છે કે આ બે હજાર પાસ નો ખેલ છે.


વગદાર વ્યક્તિઓ સામે પાલિકામાં નીતિ નિયમો નેવે મુકાઈ જાય છે એવો આ પહેલો કિસ્સો નથી, અને એટલે જ વિકાસ માત્ર કાગળ પર જોવા મળે છે

Share :

Leave a Comments