વડોદરાના વેપારી પાસેથી ફોરેક્સ ટ્રેડિંગના નામે સાયબર માફિયાઓએ રૂા.1.09 કરોડ પડાવ્યા

મુજમહુડા વિસ્તારમાં રહેતા વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Rs-1-09-crore-from-Vadodara-businessman-in-the-name-of-forex-trading

- વેપારીના એકાઉન્ટમાં રૂપિયા 2.38 કરોડ બતાવ્યા પણ ઉપાડી ન શક્યા

વડોદરા શહેરના એક વેપારી પાસેથી સાયબર માફિયાઓએ ફોરેક્સ ટ્રેડિંગના નામે 1.09 કરોડ પડાવ્યા હતા. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેરના મુજમહુડા વિસ્તારમાં રહેતા વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 10 ઓક્ટોબર-2024ના રોજ મને ફેસબુક પર અમીના ઘોષલના નામની આઈડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, જે ફ્રેન્ડ રિક્વેસ્ટ મેં સ્વીકારી હતી. ત્યારબાદ તેણે મારો મોબાઇલ નંબર મેળવીને વ્હોટ્સએપ ઉપર મારો સંપર્ક કર્યો હતો.

અમીનાના નામે વાત કરતી વ્યક્તિએ મને કહ્યું હતું કે, તે પોતે ફોરેક્સમાં ટ્રેડિંગ કરે છે અને તેઓ સારી એવી આવક મેળવે છે. જો તમને ઈચ્છા હોય તો તમને પણ સારો ફાયદો થશે. ત્યારબાદ મારું ઓનલાઈન એક એકાઉન્ટ ખોલાવવામાં આવ્યું હતું. શરૂઆતમાં 20 હજાર રૂપિયાથી ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત કરી હતી. અમીનાએ મને રમેશભાઈ નામનો એક મેન્ટોર આપ્યો હતો અને વારંવાર ટ્રેડિંગ કરાવી રમેશના નામે કમિશન ટ્રાન્સફર કરાવવામાં આવતું હતું. આ વળતરની રકમ ક્યારેક 12 લાખ રૂપિયા તો ક્યારેક 36 લાખ રૂપિયા સુધી થતી હતી. જેથી મેં વધારે રોકાણ કર્યું હતું.

મારા એકાઉન્ટમાં 1.09 કરોડના ઇન્વેસ્ટમેન્ટની સામે 2.38 કરોડની રકમનું બેલેન્સ દેખાતું હતું, પરંતુ આ રકમ ઉપાડવા જતા મારી પાસે લેટ પેમેન્ટ ફી તેમજ અન્ય ફીના નામે વધુને વધુ રકમની માંગણી કરવામાં આવતી હતી. જેથી મારી સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થયો હતો. જેથી મેં વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

Share :

Leave a Comments