- સગીર આરોપીને ઝડપી તૂટેલો અછોડો અને એક મોબાઇલ કબજે લીધો, પૂછપરછ દરમિયાન મોબાઇલ કારેલીબાગના એક મકાનમાંથી ઉઠાવ્યો હોવાની કબૂલાત
વડોદરાના વારસિયા વિસ્તારમાં અછોડા તોડનું સ્કૂટર પકડનાર મહિલા ઘસડીને પડી જવાના બનાવમાં પોલીસે અછોડા તોડને અને તેના સગીર વયના સાગરીતને ઝડપી પાડ્યા છે.
વડોદરા શહેરન વારસિયા વિસ્તારમાં ગઈ તા. 27મી એ સાંજે એક સિનિયર સિટીઝન મહિલા ચાલતી જતી હતી ત્યારે સ્કૂટર પર આવેલા બે યુવકોએ મહિલાને ગાર્ડન ક્યાં આવ્યો એમ પૂછ્યું હતું. મહિલાએ ગાર્ડનનો રસ્તો બતાવતા ગઠીયાએ તેમનો 12 ગ્રામનો અછોડો તોડી લીધો હતો. મહિલાએ સ્કૂટર પકડી રાખતા અછોડા તોડ ભાગ્યા હતા. જેથી મહિલા ઢસડીને પડી ગઈ હતી.
આ બનાવમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીસીટીવી ફૂટેજ તપાસી પ્રકાશ રમેશભાઈ મારવાડી (પીળા વુડાના મકાનમાં, ખોડીયાર નગર, ન્યુ વીઆઇપી રોડ) અને તેના સગીર વયના સાગરીતને ઝડપી પાડી તૂટેલો અછોડો અને એક મોબાઇલ કબજે લીધા છે. ઉપરોક્ત બનાવમાં પોલીસે વધુ પૂછપરછ કરતા અછોડા તોડે કારેલીબાગના એક મકાનમાંથી મોબાઇલ પણ ઉઠાવ્યો હોવાની કબુલાત કરી છે.