વડોદરા મહાનગરપાલિકાની પુરવઠા પ્રોજેક્ટ શાખા દ્વારા શહેરના ભાયલી અને સેવાસી ટીપી-2ના ભૂગર્ભ સંપને સંલગ્ન ફીડર નળીકા નાખવાની કામગીરી ચાલી રહી છે. આથી વાસણા-ભાયલી રોડ પર આવેલ નાયરા પેટ્રોલ પંપ ચાર રસ્તા પાસે રોડ ક્રોસિંગની કામગીરીને કારણે એક દિવસ રસ્તો બંધ રહેશે. જે અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ભાયલી ટીપી 2 અને સેવાસી ટીપી 2ના કમાન્ડમાં નવીન બની રહેલી ઊંચી ટાંકી, ભૂગર્ભ સંપને સંલગ્ન પાણીની 700 મીમી ફીડર નળીકા નાખવાની કામગીરીના કારણે વાસણા ભાયલી રોડ પર આવેલ, નાયરા (એસ્સાર) પેટ્રોલ પંપ ચાર રરતા પાસે રોડ ક્રોસિંગની કામગીરી ક૨વાની છે. આ કામગીરી નિયત સમયગાળામાં ઝડપથી પૂર્ણ કરવાની હોવાથી પાઈપો તથા મશીનરીની હેરફેરને ધ્યાને લઈ કામગીરી ક૨વા માટે વાહન વ્યવહા૨ની અડચણ ન પડે તથા કામગીરી કરવા માટે સરળતા રહે, તેમજ જાહેર સલામતી જળવાય રહે તે હેતુથી 1 માર્ચ 2024ના રોજ સવારના 8થી રાત્રિ 12 વાગ્યા સુધી ન્યારા પેટ્રોલ પંપ સામે આવેલ કેનાલથી વાસણા રોડ તરફ જતો રસ્તો અવર-જવર માટે બંધ રહેશે.
વાસણા રોડ તરફથી આવતા વાહનો બ્રાઇટ ડે સ્કૂલ પાસે આવેલ કેનાલથી ડાબી તથા જમણી બાજુનો રસ્તો વૈકલ્પિક રસ્તા તરીકે ઉપયોગ કરવાનો રહેશે. તેમજ ભાયલી તરફથી આવતા વાહનો પ્રિયા સિનેમા થઈ બ્રાઈટ ડે સ્કૂલ પાસે આવેલ કેનાલથી વાસણા રોડનો ઉપયોગ વૈકલ્પિક રસ્તા તરીકે કરવાનો રહેશે. આ સૂચનો નાગરિકો પાલન કરે અને સહકાર આપે તેવી પુરવઠા પ્રોજેકટ શાખા દ્વારા અપીલ કરવામાં આવી છે.