વડોદરામાં રિક્ષા ચાલકને ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની કેદ અને વળતર પેટે 1.80 લાખ ચૂકવવાનો આદેશ

રિક્ષાચાલકે મકાનના સમારકામ માટે 80 હજાર અને રિક્ષા ખરીદવા માટે 1લાખ લીધા હતા

MailVadodara.com - Rickshaw-driver-in-Vadodara-sentenced-to-1-year-imprisonment-and-1-80-lakh-as-compensation-in-check-return-case

વડોદરામાં ઓળખીતા રિક્ષાચાલકને મકાનના સમારકામ અને નવી રિક્ષા ખરીદવા માટે 1.80 લાખની રકમ આપ્યા બાદ તે રકમ પરત કરવા અંગેનો ચેક રિટર્નનો કેસ વડોદરા કોર્ટમાં ચાલી જતા કોર્ટે ફરિયાદી પક્ષની દલિલો ગ્રાહ્ય રાખીને આરોપીને એક વર્ષની સાદી કેદ તથા 10 હજારના દંડ સાથે ચેકની રકમ 1.80 લાખ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે.

વડોદરા શહેરના વિજયનગર વિસ્તારમાં રહેતા 72 વર્ષીય અજીતસિંહ ગજુભા જાડેજા ફરિયાદી નોંધાવી હતી કે, વડોદરામાં કોઈ સ્થળે અવરજવર માટે રિક્ષા ચાલક આરોપી બસીરભાઈ સમસુદ્દીન સુલેમાનીવોરા ઉર્ફે સુલેમાની એસ. બદરુદ્દીન (રહે. બોરસલ્લી એપાર્ટમેન્ટ, આજવા રોડ)નો સંપર્ક કરતા હતા. આરોપીએ ફરિયાદી પાસેથી મકાનના સમારકામ પેટે ઉછીના 80 હજારની રકમ લીધી હતી.

ત્યારબાદ આરોપીને નવી રિક્ષા ખરીદવી હોય વધુ 1 લાખ આપ્યા હતા. જે રકમ પરત અંગેનો ચેક રિટર્ન થતા ફરિયાદીએ ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ કેસ દાખલ કર્યો હતો. જેની સુનાવણી હાથ ધરાતા ફરિયાદી પક્ષ તરફે ધારાશાસ્ત્રી એમ.ડી. વિરાણી અને બચાવ પક્ષ તરફે ધારાશાસ્ત્રી એન.જી. દૂધવાલાએ દલીલો કરી હતી. બન્ને પક્ષની દલીલો અને પૂરાવાની ચકાસણી બાદ 36માં એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રચિત કમલેશભાઈ ત્રિવેદીએ નોંધ્યું હતું કે, ફરિયાદ પક્ષે રજૂ કરેલા પૂરાવા વિરુદ્ધ કોઈ સંતોષકારક ખંડનાત્મક પૂરાવો બચાવ પક્ષે પ્રતિપાદિત કર્યો નથી. ફરિયાદીએ આરોપીને સમય મર્યાદામાં કાનૂની નોટિસ પાઠવવા છતાં આરોપીએ ફરિયાદીને ચેકની રકમ ચૂકવી નથી.

રિક્ષાચાલકને મકાનના સમારકામ અને નવી રિક્ષા ખરીદવા માટે 1.80 લાખની રકમ આપ્યા બાદ તે રકમ પરત ન કરવા અંગેના ચેક રિટર્ન કેસમાં વડોદરા કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદ તથા 10 હજારના દંડ સાથે ચેકની રકમ 1.80 લાખ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો છે.

Share :

Leave a Comments