વડોદરા શહેર-જિલ્લાના નિવૃત્ત પોલીસ કર્મીએોએ વિવિધ પ્રશ્નો મુદ્દે પોલીસ કમિશનરને રજૂઆત કરી

પોલીસ કમિશનરની કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી

MailVadodara.com - Retired-police-personnel-of-Vadodara-City-District-presented-various-issues-to-the-Commissioner-of-Police

- અનાર્મ એ.એસ.આઇ. ચતુરભાઇ પૂજાભાઇ તા.30-06-2022ના રોજ નિવૃત્ત થયા હતા જાેકે નિવૃત્તિ બાદ મળવાપાત્ર પેન્સન આજદિન સુધી ચાલુ થયું નથી


વડોદરા શહેર-જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગૃપના સભ્યો દ્વારા આજરોજ નિવૃત્ત પોલીસ કર્મચારીઓના વિવિધ પ્રશ્ને શહેર પોલીસ કમિશનરની કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી.

વડોદરા શહેર અને જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારીઓનું ગૃપ તા.31 ઓગસ્ટ, 2019ના રોજ રજીસ્ટર્ડ થયેલું ગૃપ છે, જેમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ સભ્ય બને છે. આ ગૃપમાં અનાર્મ એ.એસ.આઇ. ચતુરભાઇ પૂજાભાઇ તા.30-06-2022ના રોજ ફરજ નિવૃત્ત થયા હતા તેઓને નિવૃત્તિ બાદ મળવાપાત્ર પેન્સન આજદિન સુધી ચાલુ થયેલ નથી. તેઓએ આ બાબતે તપાસ કરતાં જણાયું હતું કે, તેઓની વર્કશીટ સેવાપોથી મળતી નથી. જેના કારણે તેઓ પેન્સનથી વંચિત રહ્યાં છે, સાથે જ અન્ય ત્રણ નિવૃત્ત પોલીસ કર્મીઓના વિવિધ પ્રશ્નો મુદ્દે આજરોજ વડોદરા શહેર-જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગૃપના પ્રમુખ કિશોરકુમાર એલ. કેસારકર સાથે આજે શહેર પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરની કચેરી ખાતે આવેદનપત્ર સાથે રજૂઆત કરવામાં આવી હતી.


Share :

Leave a Comments