- આવતી કાલે બપોરે 3 વાગ્યાથી કુંભારવાડાની શોભાયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી જાહેરનામુ અલમમાં રહેશે, સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થશે આ શોભાયાત્રા
વડોદરા શહેરમાં દર વર્ષની જેમ આવતીકાલે (6 અપ્રિલ, 2025) પણ વિવિધ જગ્યાએ વિસ્તારમાંથી રામનવમી તહેવારને લઈ શોભાયાત્રાઓ નિકળનાર છે. જેમાં ખાસ કરી શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી નિકળનાર શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જનમેદની એકત્રિત થાય છે. જે શોભાયાત્રા સાંજે 4 વાગે કુંભારવાડાથી નિકળી ફતેપુરા ચાર રસ્તા અડાણીયાપુલ ચાર રસ્તા, ચાંપાનેર દરવાજા, માંડવી, એમ.જી.રોડ, લહેરીપુરા દરવાજા ન્યાયમંદિરથી હઠીલા હનુમાન મંદિર આવી પૂર્ણ થશે.
આ શોભાયાત્રા સહિત અન્ય નાની મોટી શોભાયાત્રામાં જાહેર જનતાને અગવડ ન પડે અને ટ્રાફિક સુચારૂ ચાલે તે હેતુથી નો-પાર્કિગ, વૈકલ્પિક વ્યવસ્થા, એકસેસ પોઇન્ટ અંગે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં આવતી કાલે બપોરે 3 વાગ્યાથી કુંભારવાડાની શોભાયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગે વિવિધ રસ્તાઓ બંધ રહેશે અને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.
આવતી કાલે તા.06/04/2025 બપોરના કલાક 3 વાગ્યાથી કુંભારવાડા પોલીસ સ્ટેશન ત્રણ રસ્તાથી ફતેપુરા ચાર રસ્તા, અડાણીયાપુલ ચાર રસ્તા, ચાંપાનેર દરવાજા, માંડવી, લહેરીપુરા દરવાજા, ન્યાયમંદિર, લાલકોર્ટ બિલ્ડીંગ ત્રણ રસ્તા, ફાયર બ્રિગેડ ચાર રસ્તા, સુરસાગર હઠીલા હનુમાન મંદિર સુધીનો સમ્રગ રોડની બન્ને સાઇડે તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણપણે નો-પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
અડાણીયાપુલ ચાર રસ્તા- પાણીગેટ દરવાજાથી અજબડીમીલ, સરસીયા તળાવ રોડ થઇ અડાણીયાપુલ ચાર રસ્તા થઇ, ભકિત સર્કલ થઇ,જે તે તરફ જતાં વાહનોને અડાણીયાપુલ ચાર રસ્તા ફકત એકસેસ પોઇન્ટ (રોડ ક્રોસ) આપવામાં આવેલ છે. (શોભાયાત્રાના રૂટ ઉપર જઇ શકાશે નહીં). આ ઉપરોકત એકસેસ પોઇન્ટ ઉપર જરૂરીયાત મુજબ ચાલુ બંધ કરવામાં આવશે. ઉપરોકત જણાવેલ રૂટ ઉપરની ગલીઓમાંથી આવતાં વાહનો રૂટ ઉપર અવર-જવર કરી શકશે નહીં
ઉલ્લેખનીય છે કે, આ ઉપરોકત જાહેરનામામાંથી શોભાયાત્રા બદોબસ્તમાં રોકાયેલ પોલીસના વાહનો તથા એમ્બ્યુલન્સ, ફાયરબ્રિગેડ અને અન્ય ઈમરજન્સી સેવામાં જોડાયેલા વાહનો તેમજ ઈમરજન્સીમાં હોસ્પિટલ જતાં વાહનોને મુકિત આપવામાં આવે છે. શોભાયાત્રા ચાંપાનેર રોડ તરફ પસાર થયા બાદ જરૂરીયાત મુજબ ફતેપુરા ચાર રસ્તા, કુંભારવાડા ત્રણ રસ્તા તરફની ટ્રાફિક ખોલવામાં આવશે.