આઝાદીના લડવૈયા સ્વ.બાબુ જગજીવન રામનું સન્માન જાળવો : સંજય વાઘેલા

વિશ્વામીત્રી બચાવ સમિતિએ સ્વ.બાબુ જગજીવન રામની પ્રતિમા સારી જગ્યાએ મુકવાની માંગ કરી

MailVadodara.com - Respect-freedom-fighter-late-Babu-Jagjivan-Ram-Sanjay-Vaghela

વિશ્વામિત્રી બચાવો સમિતિના સંજય વાઘેલાએ જણાવ્યું હતું કે, સ્વર્ગસ્થ બાબુ જગજીવનરામ ભારત ની આઝાદી ના લડવૈયા રહ્યા.  આ ઉપરાંતિ તેઓ ભારત સરકાર ના ૪ થા નાયબ વડાપ્રધાન પણ રહ્યા. સન ૧૯૩૧ માં કલકત્તા યુનિવર્સીટી માંથી બી.એસ.સી. નો અભ્યાસ પૂર્ણ કરેલા સ્વર્ગસ્થ બાબુ જગજીવનરામ માત્ર કચડાયેલા પછડાયેલા દલિતો ના જ સામાજીક ન્યાય માટે નહિ પણ કામદારો ના અધિકાર માટે પણ ખુબ સંઘર્ષ કરતા રહ્યા હતા.  ભારત નું બંધારણ રચાયું તેમાં તેઓ સભ્ય પણ રહ્યા. ભારત દેશ ના નાગરિકો માટે ગૌરવ ની વાત એ છે કે તેઓ ૧૯૫૨ થી ૧૯૮૬ સુધી સતત પાર્લામેન્ટ મેમ્બર રહ્યા જે વર્લ્ડ રેકોર્ડ છે.  ૧૯૭૧ માં જયારે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયેલ ત્યારે તેઓ સંરક્ષણ મંત્રી રહેલા અને એ યુદ્ધ માં પૂર્વ પાકિસ્તાન ને છુટું પાડી બાંગ્લાદેશ બનાવેલ.

ભારત ને અંગ્રેજો ના હાથ માં થી આઝાદી અપાવી સ્વતંત્ર ભારત નિર્માણમાં યોગદાન આપનાર, ભારતનું બંધારણ રચવામાં બંધારણ સમિતિ ના સભ્ય રહેનાર, અને સતત ૩૪ વર્ષ સુધી સાંસદ ચુંટાઈ ભારતના નાયબ વડાપ્રધાન, સંરક્ષણ પ્રધાન અને શ્રમમંત્રી રહેલા રહી ભારતનો મજબુત ઇતિહાસ માં દેશ ની આઝાદી થી લઇ દરેક સ્તરે યોગદાન આપનાર સ્વર્ગસ્થ બાબુ જગજીવનરામ ની પ્રતિમા છેલ્લા કેટલાક વર્ષો થી વડોદરા મહાનગરપાલિકા ના વોર્ડ નં.૪ ની કચેરીએ એક ખુણા માં ધૂળ ખાતી પડી રહેલ છે જે ખુબ શરમજનક છે.

સૌથી દુખદ વાત તો એ છે કે વડોદરા મહાનગરપાલિકા નો વોર્ડ નં.૪ ની કચેરી અનામત બેઠક ધરાવતી વડોદરા શહેર વિધાનસભા વિસ્તાર માં આવેલી છે અને એ બેઠક પરથી બે વખત અનુસુચિત જાતી ના ધારાસભ્ય ચુંટાયા બાદ ધારાસભ્ય ઠેરઠેર પોતાનું મોટું નામ લગાવેલા બાંકડા રોડ રસ્તા પર મૂકી દે છે અને બીજી બાજુ વોર્ડ નં.૪ માં બાબુ જગજીવનરામ ની પ્રતિમા એક ખુણા માં ધૂળ ખાતી પડી રહેલ છે.  વધુ માં જણાવીએ છીએ કે ભારત દેશમાં કે વડોદરા શહેર માં જેમનું કોઈ જ યોગદાન નથી તેવા અસંખ્ય લોકો ની પ્રતિમાઓ રાજકીય વગ થી પ્રાઈમ લોકેશન ઉપર લગાવી દેવાઈ છે ત્યારે સ્વર્ગસ્થ બાબુ જગજીવનરામ ની પ્રતિમા પ્રત્યે ઉપેક્ષા કેમ સેવાય છે તે ખુબ મહત્વ નો પ્રશ્ન છે.

આ સાથે અમારી નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે વોર્ડ નં.૪ ની કચેરી ના કમ્પાઉન્ડ ને એક ખુણા માં ધૂળ ખાતી પડી રહેલી સ્વર્ગસ્થ બાબુ જગજીવનરામ ની પ્રતિમા ને માન સન્માન સાથે વડોદરા માં પ્રાઈમ લોકેશન પર સ્થાપના કરી અનાવરણ કરવામાં આવે.

Share :

Leave a Comments