ગોરવા આઈટીઆઈ પાસે કારમાં આગ લાગતા ચાલકનો બચાવ

ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો

MailVadodara.com - Rescue-of-driver-whose-car-caught-fire-near-Gorwa-ITI


વડોદરાના ગોરવા વિસ્તારમાં ગઈ રાતે એક કારમાં આગ લાગતા કારચાલકનો બચાવ થયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોરવા આઈટીઆઈ પાસેથી ગઈ રાતે એક કાર પસાર થઈ રહી હતી તે દરમિયાન તેમાંથી ધુમાડા નીકળવા માંડતા કારચાલક નીચે ઉતરી ગયો હતો, જેથી તેનો બચાવ થયો હતો.


ત્યારબાદ થોડી જ વારમાં કારના એન્જિનનો ભાગ ભડભડ સળગવા માંડ્યો હતો. બનાવને પગલે વાહન ચાલકોમાં નાસભાગ મચી હતી અને લોકોના ટોળા જમ્યા હતા. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાય છે.

Share :

Leave a Comments