વડોદરા પાલિકામાં સોફ્ટવેર પ્રોગ્રામર અને સર્વર એન્ડ નેટવર્ક એડમિનીસ્ટ્રેટરની ભરતી, આજથી અરજી કરાશે

વડોદરા પાલિકા દ્વારા છ જગ્યા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી

MailVadodara.com - Recruitment-of-Software-Programmer-and-Server-&-Network-Administrator-in-Vadodara-Municipality

- અંતિમ તારીખ સુધીમાં નિયત કરેલી ફી ભરવાની રહેશે

વડોદરા મહાનગરપાલિકાના આઇટી વિભાગમાં સોફ્ટવેર પ્રોગ્રામર અને સર્વર એન્ડ નેટવર્ક એડમિનિસ્ટ્રેટર માટેની ભરતી પ્રક્રિયા અંગેની ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા માટે આજથી વડોદરા મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઈટ ઉપર અરજી કરી શકાશે.

વડોદરા મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઈટ www.vmc.gov.in વેબસાઈટ પર આજે બપોરે 1 વાગ્યથી આગામી તારીખ 9 ઓક્ટોબર 2024ના બપોરે 4 વાગ્યા સુધી કરી શકાશે. સોફ્ટવેર પ્રોગ્રામરની 4 જગ્યાઓ અને સર્વર એન્ડ નેટવર્ક એડમિનીસ્ટ્રેટરમાં 2ની જગ્યા માટે ઓનલાઈન પાલિકાની વેબસાઈટ પર અરજીઓ મંગાવવામાં આવી છે.

આ ભરતીમાં પાલિકામાં રૂબરૂ કે ટપાલ મારફતે અરજી સ્વીકારવામાં આવશે નહીં. પગાર, શૈક્ષણિક લાયકાત અંગેની વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવી છે. આ સાથે અરજીની અંતિમ તારીખ સુધીમાં નિયત કરેલી ફી અરજદારે ભરવાની રહેશે અન્યથા તે અરજી રદ ગણાશે. આ ભરતી સંબંધિત તમામ માહિતી વડોદરા મહાનગરપાલિકાની ઓફિસિયલી વેબસાઈટ પર મૂકવામાં આવી છે.

Share :

Leave a Comments