ફતેપુરા-હાથીખાના સહિત ભૂતડીઝાંપાથી શ્રીનાથ પેટ્રોલ પંપ સુધીના કાચા-પાકા દબાણો હટાવાયા

પાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ યથાવત, સંવેદનશીલ વિસ્તારોમાંથી ગેરકાયદેસર દબાણોનો સફાયો

MailVadodara.com - Raw-and-cooked-pressure-from-Fatehpura-Hathikhana-including-Bhutdijamapa-to-Shrinath-Petrol-Pump-has-been-removed

- દબાણ શાખાની ટીમ દ્વારા આ વિસ્તારમાંથી ચાર ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો


વડોદરા શહેરમાં અવાર નવાર ટ્રાફિક સમસ્યા અને અકસ્માતની ઘટનાઓને લઈ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવો ઝુંબેશ જોવા મળતી હોય છે. વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં અકસ્માતની ઘટના બાદ વડોદરા કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ એકાએક એક્શનમાં આવી છે અને રોજબરોજ નાના-મોટા દબાણો દૂર કરી રહી છે. ત્યારે આજે શહેરના સંવેદનશીલ વિસ્તાર ગણાતા ફતેપુરા, હાથી ખાના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા.

વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા શહેરના સંવેદનશીલ ગણાતા ફતેપુરા વિસ્તાર સહિત હાથીખાના વિસ્તારમાંથી દબાણો પર સફાયો બોલાવ્યો હતો. આ ફતેપુરા વિસ્તારના આસપાસના દબાણોથી ભૂતડી ઝાપાથી શ્રીનાથ પેટ્રોલ પંપ સુધી અને ગબ્બર એપાર્ટમેન્ટથી કારેલીબાગની વાયરોક હોસ્પિટલ સુધીના કાચા પાકા દબાણો સહિત શેરડીના કોલા, કેરી રસના તંબુ, તરબૂચવાળાના અનેક શેડ સહિત ખેર ઠેરથી અનેક લારી ગલ્લા પથારાના અને ગેરકાયદે ગેરેજ રીપેરીંગના ગલ્લા હટાવતા વિસ્તારમાં અનેક જગ્યાએ તું તું મે મે થવા સહિત ઉમટેલા લોક ટોળાને પોલીસ કાફલાએ વિખેર્યા હતો.

દબાણ શાખાની ટીમ દ્વારા આ વિસ્તારમાંથી ચાર ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પાલિકા તંત્રના આદેશ મુજબ દબાણ શાખાની ટીમ દ્વારા સંવેદનશીલ ગણાતા ફતેપુરાના મંગલેશ્વર ઝાપા વિસ્તારમાં કામગીરી હાથ ધરી હતી. જ્યારે રોડ રસ્તાની રોકતા અને ખાણીપીણીની, ચાની લારીઓ, સહિતની દુકાનોને સાથે જ બહાર ફૂટપાથ પર મુકેલો સામાન જપ્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાય સમયથી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, પરંતુ દબાણ શાખાની ટીમ દ્વારા રોજેરોજ કામગીરી કરવામાં આવે અને ચોક્કસ એક જ સ્થળ પર અવાર નવાર કાર્યવાહી કરવામાં આવે તો ચોક્કસ આ દબાણ પર અંકુશ લાવી શકાય છે. કોર્પોરેશન દ્વારા એક જ વાર કાર્યવાહી કરી અને બીજા દિવસે અન્ય વિસ્તારમાં કામગીરી કરતા તે વિસ્તારમાં દબાણો ફરીથી સ્થાઈ થઈ જાય છે, જેથી ફરી ટ્રાફિક અને અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે.

Share :

Leave a Comments