ચાંદોદ, કરનાળી અને નંદેરીયાના 720 જેટલા પૂર અસરગ્રસ્ત પરિવારોને રાશન કિટનું વિતરણ કરાયું

ચાંદોદમાં 440 પરિવાર, કરનાળીમાં 200 પરિવાર તથા નંદેરીયાના 80 પરિવારને લોટ, ચોખા, દાળ સહિતની ચીજવસ્તુ રાશન કીટમાં અપાઇ

MailVadodara.com - Ration-kits-were-distributed-to-about-720-flood-affected-families-of-Chandod-Karnali-and-Nanderia


તીર્થસ્થાન ચાંદોદ સહિતના કરનાળી તથા નંદેરીયા ગામના પૂરથી અસરગ્રસ્ત પરિવારોને જિલ્લા કલેકટર તેમજ ધારાસભ્યના યોગ્ય આયોજનના ભાગરૂપે રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત સહયોગથી કુલ 720 અસરગ્રસ્ત પરિવારોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.


તાજેતરમાં નર્મદા અને મહીસાગર નદીમાં આવેલા પુરને કારણે કાંઠા કિનારાના સમગ્ર ગામોમાં જળ પ્રલયની પરિસ્થિતિ સર્જાઇ હતી ત્યારે ચાંદોદ, કરનાળી અને નંદેરીયા જેવા અનેક ગામોનો 90 ટકા વિસ્તાર પાણીના પૂરમાં ગરક થઇ ગયો હતો. જેના કારણે આવા અસરગ્રસ્તોની કફોડી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે જેને પગલે રિલાઇન્સ ફાઉન્ડેશનના સહયોગ દ્વારા તમામ અસરરસ્તોને ડભોઇ મામલતદાર ડી. કે. ગામિતની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયત પરિવાર સહિત નગરના સ્વયંસેવકોની મદદથી ચાંદોદ નગરમાં 440 પરિવાર, કરનાળીમાં 200 પરિવાર તથા નંદેરીયાના 80 પરિવાર મળી કુલ 720 પરિવારોની વહારે આવી તમામને 20 કિલો ઘઉંનો લોટ, પાંચ કિલો ચોખા, પાંચ કિલો તુવેર દાળ, બે લીટર તેલ, ચા-ખાંડ સહિતની ચીજ-વસ્તુઓની રાશન કીટની સામગ્રીનું અસરગ્રસ્ત પરિવારોમાં વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે  પૂરની પરિસ્થિતિ સમયે અને પૂર બાદ નગરમાં મદદરૂપ થનાર સરકારી તેમજ ખાનગી સંસ્થાઓનો નગરજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.


Share :

Leave a Comments