શહેર-જિલ્લામાં મોડી રાતથી વરસાદી માહોલ જામ્યો, વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અટવાયા

લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થતાં જિલ્લાના ખેડૂત પુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

MailVadodara.com - Rainy-conditions-in-the-city-and-district-since-late-night-motorists-are-stuck-due-to-rain-water-in-various-areas

- કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખૂલી, વરસાદીને પગલે વાહનચાલકો અને રાહદારીઓ સહિત બાળકો સ્કૂલ જવા માટે અટવાયા, વાતાવરણમાં ઠંડક પ્રસરી


હવામાન વિભાગની અગાહીના પગલે વડોદરા શહેરમાં લાંબા વિરામ બાદ ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાય જતા વાહનચાલકો પરેશાન બન્યા હતા. તેમજ સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પણ હેરાન થયા હતા.


છેલ્લા કેટલાય દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારા વચ્ચે શહેરીજનોને વરસાદ વરસતા રાહત મળી છે. તો બીજી તરફ લાંબા વિરામ બાદ વરસાદની શરૂઆત થતા જિલ્લાના ખેડૂત પુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોડી રાતથી જ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં હાલમાં નહિવત પ્રમાણમાં પાણી ભરાયાં છે.


શહેરમાં ગત મોડી રાતથી શરૂ થયેલ વરસાદ શહેરના માંડવી, ચોખંડી, દાંડિયા બજાર, રાવપુરા, સયાજીગંજ, ફતેગંજ, સુભાનપુરા, માંજલપુર, ગોરવા, સમા, સરદાર એસ્ટેટ, આજવા રોડ, વાઘોડિયા રોડ, કિશનવાડી સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે વાહન ચાલકો અને રાહદારીઓ સહિત બાળકો સ્કૂલ જવા માટે અટવાયા છે અને રેનકોટ અને છત્રીનો સહારો લેવાની ફરજ પડી હતી. જિલ્લાના ડભોઇ, વાઘોડિયા, સાવલી, ડેસર, પાદરા, કરજણ અને શિનોર તાલુકામાં મધ્યમ વરસાદ પડી રહ્યો છે. દિવસભર આજ રીતે વરસાદી માહોલ રહે તેવું લાગી રહ્યું છે.

Share :

Leave a Comments