હંમેશા વિવાદનું કેન્દ્ર રહેતા અટલ બ્રીજ પર થતી કામગીરી પર વિશ્વામિત્રી સમિતિએ પ્રશ્નો ઊભા કર્યા છે.
વિશ્વામિત્રી બચાવો સમિતિના એડવોકેટ શૈલેષ અમીન ગઈકાલે સમાચારપત્રોમાં આવેલી જાહેરાતના અનુસંધાનમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરના નગરજનોના હિતમાં તાત્કાલિક અટલ બ્રીજ ઉપર કરાતું લીક્વીડ સીલકોટ થકી રોડ પેઇન્ટિંગનું કામ રોકી લેવું જોઈએ.
આ લીક્વીડ સીલકોટથી રોડ પેઈન્ટીંગ માત્રને માત્ર આસ્ફાલ્ટ કોન્કરેટીંગથી કરેલા ડામર કાર્પેટીંગમાં થયેલા ભ્રષ્ટાચારથી માત્ર એક જ મહિનામાં ઉખાડી ગયેલા પોપડા અને આખા બ્રીજ ઉપરના રોડ ઉપર ઉતરતી ગુણવત્તા ના આસ્ફાલ્ટ કોન્કરેટીંગથી કરેલા ડામર કાર્પેટીંગના આગામી દિવસોમાં પોપડા ઉખડી જાય તેવું જણાતા કરાયેલા ભ્રષ્ટાચારને દબાવવા માટે વડોદરા મહાનગરપાલિકાના ખર્ચે લીક્વીડ સીલકોટનું પેઇન્ટિંગ કરી ભ્રષ્ટાચાર ઢાંકવા મેકઅપ કરાતો હોય તેવું લાગે છે.
અટલ બ્રીજ ઉપરના લીક્વીડ સીલકોટ વાહન વ્યવહાર માટે ખુબ જોખમી પુરવાર થઇ શકે છે, કારણ કે લીક્વીડ સીલકોટના પેઈન્ટીંગ બાદ વાહનોની રોડ સાથેની ગ્રીપ ઓછી થઇ જતા બ્રેકિંગ કેપેસીટી ઓછી થઇ જાય છે અને રોડ સુંવાળો થઇ જતા વાહન લપસે છે. ખુબ વજન ભરેલા ડમ્પર કે ટ્રક ને ઉતરતા ઢાળ ઉપર ગ્રેવિટેશનલ ફોર્સને કારણે બ્રેક ઓછી લાગે અને તેવામાં રોડની સપાટીને લીક્વીડ સીલકોટનું પેઈન્ટીંગ કરી સુવાળી અને લીસ્સી કરાશે તો ભારદારી વાહન છેક નીચે સુધી લપસશે.
અટલબ્રીજની ડીઝાઈન બનાવનાર પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, ગુણવત્તાની ચકાસણી કરનાર થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન કંપની અને બ્રીજ બનતો હોય ત્યારે ગુણવત્તાની દેખરેખ રાખી યોગ્યતાનું પ્રમાણપત્ર આપનાર પાલિકાના જવાબદાર ઈજનેરોએ જો બ્રીજના ટેન્ડરમાં લીક્વીડ સીલકોટથી પેઈન્ટીંગ કરવાનું ટેન્ડરના સ્કોપ ઓફ વર્કમાં લીધેલું હોય તો તે સદંતર ભૂલ ભરેલું છે. પરંતુ આ લીક્વીડ સીલકોટથી પેઈન્ટીંગ કરવાનું કામ બ્રીજ બની ગયા બાદ ભ્રષ્ટાચાર ઢાંકવા માટે નિર્ણય લેવાયેલો લાગે છે.
અટલ બ્રીજ ઉપર સૌ પ્રથમ માસ્ટીકનું લેયર બનાવેલું હતું અને તેની ઉપર આસ્ફાલ્ટ કોન્કરેટીંગથી ડામર કાર્પેટીંગ કરવું પણ ખોટું છે. માસ્ટીકનું લેયર એ સર્ફેસિંગ લેયર છે, જે સૌથી ઉપરનું લેયર હોવું જોઈએ. સૌથી ઉપર આવતા માસ્ટીક લેયરની ઉપર પણ આસ્ફાલ્ટ કોન્કરેટીંગથી ડામર કાર્પેટીંગ કરી નાખ્યું છે અને એમાં ગાબડા પાડવા લાગ્યા ત્યારે વાહન વ્યવહારમાં અકસ્માતનું જોખમ ઉભું કરતા સુવાળા અને વાહન લપસે તેવા લીક્વીડ સીલકોટનું પેઈન્ટીંગ શરુ કરાયું તે તાત્કાલિક બંધ કરી માસ્ટીકનું લેયર એટલે સોલીડ ડામર અને ચુનાનું મિશ્રણ કરીને તેની ઉપર દર ફૂટ કે બે ફૂટના અંતરે નાના ગ્રેવલને દબાવીને રોડ ઉપરથી વાહન લસરી જાય નહિ તેવી સર્ફેસિંગ કરવું જાેઇએ એવી માંગ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કોઈપણ બ્રીજની ઉપરનું તમામ કામ પૂરું થઇ ગયા બાદ જ ઉટઘાટન કે લોકાર્પણ કરાય છે, જયારે આ અટલ બ્રીજનું મુખ્યમંત્રી દ્વારા કરાયેલા ઉટઘાટન બાદ માત્ર એકજ મહિનામાં આસ્ફાલ્ટ કોન્કરેટીંગથી કરેલા ડામર કાર્પેટીંગના પોપડા ઉખાડી જતા ખુલ્લો પડેલો ભ્રષ્ટાચારને ઢાંકવા માટે એકાએક એક મહિનો જેટલો સમય સુધી વાહનવ્યવહારમાં અડચણ ઉભી કરીને લીક્વીડ સીલકોટથી રોડ પેઈન્ટીંગ કરવાની શરૂવાત પણ ભ્રષ્ટાચાર પુરવાર કરે છે.