- પાલિકાના અધિકારીઓના નબળા સુપરવિઝનના પાપે કામોની ગુણવત્તા જળવાતી નથી..!
વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓના પાપે કોન્ટેક્ટરોને ધી-કેળા થાય છે. ડ્રેનેજ ના કામમાં હલકી ગુણવત્તાના પાઇપ વપરાઈ રહ્યા હોવાની હકીકત પ્રકાશમાં આવી છે.
ભ્રષ્ટ્રાચારથી ખદબદતા વડોદરા મહાનગર પાલિકામાં અધિકારીઓના નબળા સુપરવિઝનના પાપે કામોની ગુણવત્તા જળવાતી નથી. જયરત્ન બિલ્ડિંગ પાસે આવેલી સરકારી શાળાની બાજુમાં ડ્રેનેજ લાઇનની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે રોડ પર ટ્રાફિકને અડચણ થાય એવી મસ મોટી પાઇપ ખડકી દેવામાં આવી છે. સિમેન્ટની પાઇપો હલકી ગુણવત્તાની હોય એવું સ્પષ્ટ ભાષી રહ્યું છે. પાઇપ ઉતર્યા બાદ તેના પર લાલ રંગથી ISI માર્ક લખવામાં આવેલું સ્પષ્ટ જણાઈ રહ્યુ છે. સામાન્ય સંજોગોમાં પાઇપ પર ISI ના માર્ક કોતરેલા હોય છે. અહી લાલ રંગ થી ISI લખવામાં આવ્યું છે. પાઇપ હલકી ગુણવત્તાના હોવાની શંકા અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને થતા તેમણે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.