- અગાઉ એક જ અરજદાર આવ્યો હતો, આ વખતે પાંચ આવ્યા
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળ રહેણાંક મકાનોની તૈયાર કરેલી સ્કીમમાં બનાવેલી દુકાનોની જાહેર હરાજી તારીખ 13 ના રોજ કરવામાં આવનાર છે. આ હરાજી કોઈ ફેરફાર ન થાય તો ગાંધી નગરગૃહ ખાતે કરવામાં આવશે. ગયા સપ્ટેમ્બર મહિનામાં દુકાનો હરાજીથી આપવા નિર્ણય કરાયો હતો, પરંતુ ચૂંટણી જાહેર થતાં આચારસંહિતાને લીધે હરાજી થઈ શકી ન હતી. સયાજીપુરા, અટલાદરા, અકોટા-તાંદળજા, માંજલપુર, કારેલીબાગમાં કુલ 115 દુકાનો બનાવાઈ છે. જેમાંથી 100 સામાન્ય જાતિ માટે છે જ્યારે બાકીની 15 એસટીએસસી, ઓબીસી અને દિવ્યાંગજનો માટે છે. સયાજીપુરા સૌથી વધુ 66 દુકાનો છે. જ્યારે કારેલીબાગમાં 32 અને માંજલપુરમાં 12 દુકાનો છે. હરાજીમાં પાંચ અરજદારો ભાગ લેવાના છે. અગાઉ એક જ અરજદાર આવ્યો હતો.