વડોદરા કોર્પોરેશન દ્વારા લેવાયેલી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી વેબસાઇટ મુકાઈ

વોર્ડ ઓફિસરની 4 અને મલ્ટી પર્પઝ વર્કરની 68 જગ્યા માટે 5899એ પરીક્ષા આપી હતી

MailVadodara.com - Provisional-answer-key-website-of-competitive-written-exam-conducted-by-Vadodara-Corporation-has-been-released

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ ઓફિસર અને મલ્ટી પર્પઝ વર્કરની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ 4 ના રોજ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અમદાવાદ અને ગાંધીનગર ખાતે લેવામાં આવી હતી. સ્પર્ધાત્મક લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોની ઓએમઆર શીટની સ્કેન કરેલ ઈમેજ કોપી કોર્પોરેશનની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. જે તારીખ 20 ફેબ્રુઆરી સુધીમાં ડાઉનલોડ કરી શકાશે. આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પણ વેબસાઈટ પર મૂકવામાં આવી છે. આન્સર કી બાબતે હાજર રહેલ ઉમેદવારો વેબસાઈટ પર રિક્રુટમેન્ટ સેક્શનમાં ઓનલાઇન વાંધા સુચન તારીખ 6 થી તારીખ 12 સુધી રજૂ કરી શકશે. 

વોર્ડ ઓફિસરની 4 અને મલ્ટી પર્પઝ વર્કરની 68 મળી કુલ 72 જગ્યા માટે 15048 ઉમેદવારોએ આ પરીક્ષા માટે અરજી કરી હતી. વોર્ડ ઓફિસરની 4 જગ્યા માટે 528 માંથી 205 ઉમેદવારે પરીક્ષા આપી હતી. 68 મલ્ટી પર્પઝ વર્કર માટે 14,520 ઉમેદવારો એ અરજી કરી હતી. જેમાંથી 5694 એ પરીક્ષા આપી હતી. આમ ,72 જગ્યા માટે 5899 ઉમેદવારો પરીક્ષા આપવા ઉપસ્થિત રહ્યા હતા.

Share :

Leave a Comments