વડોદરામાં કિશનવાડી સ્થિત ગધેડા શાક માર્કેટ પાસે ડમ્પિંગ યાર્ડ હટાવવા મુદ્દે યુથ કોંગેસ દ્વારા વિરોધ

કાર્યકરોએ બેનરો લઈ કિશનવાડીમાંથી ગંદકી દૂર કરોના સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો

MailVadodara.com - Protest-by-Youth-Congress-over-removal-of-dumping-yard-near-Gadheda-vegetable-market-at-Kishanwadi

- યૂથ કોંગ્રેસના કાર્યકરો કચરાની હોળી કરે તે પહેલાં જ પોલીસે તમામની અટકાય કરી


વડોદરા શહેરના પૂર્વમાં આવેલ કિશનવાડી વિસ્તરમાં છેલ્લા ઘણા સમયથી કચરાનું ડમ્પિંગ યાર્ડ હટાવવા માટે રજૂઆત થઈ રહી છે. બાજુમાં શાકમાર્કેટ હોવાથી અહીં આ ડમ્પિંગ યાર્ડ નાગરિકો માટે જોખમી છે છતાં તે હટાવાતું નથી. જેના કારણે અહીં સતત ગંદકી ફેલાયેલી રહે છે. આ ડમ્પિંગ યાર્ડ હટાવવાની કિશનવાડીને સ્વચ્છ કરવાની માગણી કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે રોકીને અટકાયત કરી છે. આ માટે સ્થાનિકો દ્વારા પણ અવાર નવાર વિરોધ દર્શાવવામાં આવ્યો છે.


વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કિશનવાડી વિસ્તારમાં ઠલવાતો કચરો આસપાસના રહીશો અને નાગરિકો માટે નુકસાનકારક હોવા છતાં તંત્રની આંખ ખુલતી નથી. આ માટે સ્થાનિકો માટે અવાર નવાર પાલિકાના સ્ટેન્ડિંગ સમિતિના પૂર્વ અધ્યક્ષને આ કચરાનું કેન્દ્ર હટાવવાની રજૂઆત કરવામાં આવી હતી. કારણ કે અહીંયા બાજુમાં જ શાકમાર્કેટ ભરાય છે અને જેને લઇ અહીંયા અસહ્ય દુર્ગંધ આવતા લોકોના સ્વાસ્થ્ય માટે પણ જોખમ છે. અહીંયા આસપાસ 1 લાખની વસ્તી રહે છે અને આ ડમ્પિંગ યાર્ડનો શિકાર બની છે જેનો અવાર નવાર વિરોધ થયો છે.


શહેરના પૂર્વ વિસ્તારમાં પ્રચલિત કિશનવાડી ગધેડા માર્કેટ ખાતે શાક માર્કેટ રોડ પર ભરાતું હતું. જેના કારણે અહીંયા વારંવાર ટ્રાફિકજામના પ્રશ્નો સર્જાતા હતા, પરંતુ બાજુમાં જ કોર્પોરેશનના પ્લોટમાં પ્લોટ ડેવલપ કરીને શાકમાર્કેટ બનાવી દેવામાં આવ્યું છે, પરંતુ આ કચરા કેન્દ્રના કારણે શાકમાર્કેટમાં કોઈ જવા માટે તૈયાર નથી. આ બાબતે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ એકત્રિત થઈ કચરાની હોળી કરવાના હતા. હાથમાં બેનરો લઈને કાર્યકરોએ દૂર કરો, દૂર કરો, કિશનવાડીમાંથી ગંદકી દૂર કરો તેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. સાથે કોર્પોરેશનની હાય હાય બોલાવી હતી.


આ અંગે યુથ કોંગ્રેસના કાર્યકર્તા પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પાલિકાએ બુદ્ધિનું પ્રદર્શન કરી કચરાની ડમ્પિંગ સાઇટ બનાવી છે. જે પૂર્વ વિસ્તારનો કચરો એકત્રિત કરી બાદમાં અન્ય સ્થળે ખસેડવામાં આવે છે. આ ગીચ વિસ્તારમાં આ રીતે ડમ્પિંગ યાર્ડ ન હોવું જોઈએ. અહીંયા નાના નાના બાળકો બીમારીનો ભોગ બની રહ્યા છે. 1 મહિના અગાઉ જ અમે કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી. છતાં હટાવવાની કામગીરી કરાઈ નથી. વડોદરાનો વિકાસ ત્રીજાથી 33માં ક્રમે ગયો છે. અમે આજ સાઇટ ન હટાવતા કચરાની હોળી કરવાના હતા, પરંતુ પાલિકાએ પોલીસને આગળ કરી કાર્યકર્તાઓની અટકાયત કરી છે. આ લડત આગળના દિવસોમાં પણ શરૂ રહેશે.

Share :

Leave a Comments