- પરવાનગી વગર રેલી કાઢી વિરોધ કરતા હતા, પોલીસે ત્રણ યુવકો સામે ગુનો નોંધ્યો, ઘટનાનું પુનરાવર્તન રોકવા પોલીસે પેટ્રોલિંગ શરૂ કર્યું!
હાલ ઇઝરાયલ અને પેલેસ્ટીન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં બને તરફે લોકો પોત-પોતાનો સપોર્ટ બનાવી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ગતરોજ ઇઝરાયલ વિરુદ્ધ મૌન રહી પોસ્ટરો લઈને વિરોધ પ્રદર્શન કરવા નીકા હતા. આ દરમિયાન યુવકોએ ઇઝરાયેલના પોસ્ટરો પણ સળગાવ્યા હતા. આ મૌન રેલીમાં ભારતના ફ્લેગ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે આ મામલે પોલીસે ત્રણ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં તહેવારો તથા શોભાયાત્રાઓ યોજવામાં આવે છે. કોઈ પણ પ્રકારની સુલેહ તથા જાહેર સલામતીનો ભંગ ન થાય તે માટે પરવાનગી વગર જાહેરમાં સરઘસ નહિ કાઢવા માટે ઉપરી અધિકારી તરફથી સૂચન મળ્યું છે. આ દરમિયાન તાંદલજા વિસ્તારમાં આવેલી ફૈઝ સ્કૂલ પાસે અમુક લોકો ઇઝરાયલ અને ફિલિસ્તીની વચ્ચે યુદ્ધ ચાલવા બાબતે ઇઝરાયલ વિરુદ્ધ હાથમાં પોસ્ટરો લઈ જાહેરમાં રેલી પ્રદર્શન કાઢી રહ્યા હોવાનું જાણવા મું હતું. જે આધારે જે.પી. પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં 10થી 15 જેટલા યુવાનોએ હાથમાં પોસ્ટરો બેનરો રાખી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ સાથે ઇઝરાયેલના પોસ્ટર પણ બાળવામાં આવ્યા હતા. યુવકોએ હાથમાં કાળી પટ્ટી બાંધીને ઇઝરાયેલના વિરુદ્ધમાં અને ફિલિસ્તીનના સમર્થનમાં રેલી કાઢી હતી. પોલીસે તેઓ પાસે પરવાનગી અંગે પૂછતાં તેઓ કંઇ જવાબ આપી શક્યા ન હતા.
પોલીસે દેખાવો કરતા હસનેન સલીમભાઈ બેલીમ (રહે. ખ્વાજા એપાર્ટમેન્ટ, અલ-અમીન કોમ્પ્લેક્સ પાસે, કારેલીબાગ) અને ફૈઝલ ફારુકભાઈ શેખ (રહે. કૃષ્ણનગર, બેસિલ સ્કૂલ પાસે, તાંદલજા) અને આમિરખાન સલીમખાન પઠાણ (રહે. અમઝદ પાર્ક, તાંદલજા) સામે જાહેનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પૈકી હસનેન અને ફૈઝલની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે બીજા વિખેરાઈ જતાં તેઓની તપાસ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે ત્રણેય સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન રોકવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.