ગેંડા સર્કલથી ગોરવા અને ચોખંડીથી ડી-માર્ટ મોલ સુધીના દબાણો હટાવાયા, 4 ટ્રક ભરી સામાન જપ્ત

શહેરમાં બિલાડીની ટોપની જેમ ઊભા થયેલા ગેરકાયદે દબાણોનો તંત્ર દ્વારા સફાયો

MailVadodara.com - Pressures-from-Genda-Circle-to-Gorwa-and-Chokhandi-to-D-Mart-Mall-removed-4-truckloads-of-goods-seized

વડોદરા મહાનગરપાલિકા તંત્ર એક્શનમાં આવતા શહેરમાં ચારે બાજુએ ત્રાટકતી દબાણ શાખાની ટીમે પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગેંડા સર્કલથી ઇન ઓર્બીટ મોલ રોડ પર ઠેર ઠેર મંડાયેલા લારીઓ અને ગલ્લાના દબાણો હટાવીને વિસ્તારમાંથી બે ટ્રક જેટલો માલ સામાન અને લારી ગલ્લા કબજે કર્યા છે. આ ઉપરાંત શહેરના ચાર દરવાજા વિસ્તારમાં માંડવીથી ચોખંડી દરવાજાથી ડી માર્ટ મોલ સુધીના રોડ રસ્તાની બંને બાજુએ થયેલા લારી ગલ્લા શેરના દબાણોનો સફાયો કરીને વધુ બે ટ્રક જેટલો માલ સામાન અને લારી ગલ્લા કબજે કર્યા હતા. દબાણ શાખાની ટીમની આ કાર્યવાહીથી ઠેર ઠેર રોડ રસ્તા ખુલ્લા થતા અકસ્માતોની સંભાવના ઓછી થઈ છે. 

શહેરમાં ગેરકાયદે દબાણોનો બિલાડીના ટોપની જેમ રાફડો ફાટ્યો છે ત્યારે એક્શનમાં આવેલા પાલિકાની દબાણ શાખાએ તંત્રના આદેશથી દબાણનો ઠેર ઠેર સફાયો શરૂ કર્યો છે ત્યારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગેંડા સર્કલથી ઇન ઓર્બીટ મોલ સહિત ગોરવાના મેઇન રોડ વિસ્તારમાં ઠેર ઠેર ખડકાયેલા રોડ રસ્તાની બંને બાજુના લારી ગલ્લા શેડ સહિતના રોડ રસ્તાની બંને બાજુએ થયેલા દબાણો હટાવીને બે ટ્રક જેટલો માલ સામાન કબજે લેવાયો છે. આવી જ સમાંતર રીતે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં માંડવીથી ચોખંડી થઈને ડી માર્ટ મોલ સુધીના રોડ રસ્તાની બંને બાજુએ ખડકાયેલા અનેક શેડ, લારી ગલ્લા પથારાના દબાણો દૂર કરીને વધુ બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો હતો. દબાણ શાખાની ટીમ દ્વારા થયેલી ગોરવા વિસ્તારની કામગીરી અને ચાર દરવાજા વિસ્તારમાં ચોખંડીથી ડીમાર્ટ સુધીની દબાણ હટાવ કામગીરીથી ખુલ્લા થયેલા રોડ રસ્તાના કારણે અકસ્માત થવાના બનાવો ઘટવાની શક્યતાઓ સેવાઈ રહી છે.

Share :

Leave a Comments