શિયાળામાં વિદ્યાર્થીઓને કોઈપણ ગરમ કપડાં પહેરવાની છુટછાટ આપવા વિશ્વામિત્રી બચાવો સમિતિની રજૂઆત

વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું

MailVadodara.com - Presentation-of-Vishwamitri-Bachao-Samiti-to-exempt-students-from-wearing-any-warm-clothes-in-winter

- કોઈ શાળા ચોક્કસ પ્રકારના અને ચોક્કસ દુકાનેથી ખરીદેલા ગરમ કપડા કે સ્વેટર પહેરી આવવા દબાણ કરશે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી

વિશ્વામિત્રી બચાવો સમિતિ ના સંજય એન. વાઘેલા ઉપરોક્ત વિષય સંદર્ભે જણાવીએ છીએ કે શિયાળાની ઋતુમાં ઠંડી સાથે ઠંડા પવનો પણ ફૂંકાઇ રહ્યાં છે ત્યારે આવા સંજોગોમાં અમદાવાદના જીલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે પણ ગરમ કપડાં પહેરી ને આવે તે માન્ય રાખવામાં આવશે તેવો પરિપત્ર પ્રસિદ્ધ કરેલો છે.

અમારી જાણ માં આવ્યું છે કે વડોદરા ની કેટલીક શાળાઓ દ્રારા દબાણપૂર્વક ફરજિયાત પણે આ રંગ કે આ પ્રકારના ગરમ કપડાં કે સ્વેટર પહેરી લાવવા કે અમુક ચોક્કસ દુકાને થી જ ખરીદવા દબાણ કરવામાં આવી રહ્યા છે. પ્રાથમિક શિક્ષણ એ ભારતના બંધારણે આપેલ મુળભુત અધિકાર છે ત્યારે કોઇ પણ શાળા સંચાલક દ્વારા ચોક્કસ દુકાનેથી અમુક ચોક્કસ રંગ ના જ કપડાં ખરીદવા ફરજ પાડવામાં આવે તે શિક્ષણનો વેપાર કરવા સમાન છે, જેથી આપશ્રી ને અમો વડોદરા શહેરના તમામ વિદ્યાર્થીઓના હિત માં જેમ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જાહેર કરેલ છે તેવો પરિપત્ર વડોદરા શહેર જિલ્લાની તમામ શાળાઓ માટે પરિપત્ર જાહેર કરવામાં આવે અને જો કોઇ શાળા આ પરિપત્રનો ભંગ કરે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી રજૂઆત છે. આમ છતાંય જો કોઈ શાળા ચોક્કસ પ્રકારના અને ચોક્કસ દુકાનેથી ખરીદેલા ગરમ કપડા કે સ્વેટર પહેરી આવવા દબાણ કરશે તો અમારે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવું પડશે. 

Share :

Leave a Comments