વડોદરા વિવિધ વિસ્તારમાં તા.8થી 12 સુધી સવારે 7થી 1 સુધી વીજ પુરવઠો બંધ રહેશે

શહેરના જુદા જુદા વિસ્તારોમાં જરૂરી રીપેરીંગ બાબતે ચાર કલાક વીજ પુરવઠો બંધ રહેશે

MailVadodara.com - Power-supply-will-be-off-in-various-areas-of-Vadodara-from-8-am-to-12-am-from-7-am-to-1-am

- કામકાજ પૂર્ણ થયા બાદ કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃ શરૂ કરાશે

વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં જરૂરી રીપેરીંગ બાબતે સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ચાર કલાક વીજ પુરવઠો બંધ રહેશે. કામકાજ પૂર્ણ થયા બાદ કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવાશે.

વડોદરા શહેરના ગોરવા સબ ડિવિઝન સુભાનપુરા રોડ ફીડર વિસ્તાર આસપાસ અને ટલાદરા સબ ડિવિઝન કલાલી ફીડર અકોટા સબ ડિવિઝન, અકોટા ફીડર, સમા સબ ડિવિઝન ચાણક્યપુરી ફીડર આસપાસના વિસ્તારમાં તા.10મીને મંગળવારે સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી વીજળી મળી શકશે નહીં. તેવી જ રીતે ગોરવા સબ ડિવિઝન દ્વારકેશ ફીડર લક્ષ્મીપુરા સબ ડિવિઝન નારાયણ ગાર્ડન ફીડર વિસ્તારમાં તા.12 ને ગુરુવારે સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી વીજ પ્રવાહ મળશે નહીં. આ ઉપરાંત અકોટા સબ ડિવિઝન મુક્તિનગર ફીડર તથા સમા સબ ડિવિઝન નંદનવન ફીડર આસપાસના વિસ્તારમાં વીજ પ્રવાહ મેળવનારાઓને સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી વીજ પ્રવાહ મળશે નહીં. 

આ ઉપરાંત જેટકો દ્વારા 66 કેવી વિદ્યુત નગર સબ સ્ટેશનમાં જરૂરી રીપેરીંગ કામ માટેની કામગીરી હોવાથી અલકાપુરી સબ ડિવિઝન સયાજીગંજ ફીડર આસપાસના વિસ્તારમાં આવતીકાલે રવિવારે સવારે 7 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી વીજ પ્રવાહ બંધ રહેશે. રીપેરીંગ કામ પૂરું થયા બાદ કોઈપણ જાતની જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવાશે.

Share :

Leave a Comments