વડોદરા એરપોર્ટ પર ઈન્ડિગો ફલાઇટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઇ

દેશભરના વિવિધ એરપોર્ટ પર 40 ફ્લાઈટમાં બોમ્બ મુકાયાની ધમકી મળી

MailVadodara.com - Police-rushed-to-the-Vadodara-airport-after-receiving-a-threat-to-blow-up-the-Indigo-flight-with-a-bomb

- ઈન્ડિગો ફ્લાઈટ અને એરપોર્ટ પર ચેકિંગ કરતા કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી

દિવાળી પર્વ પહેલાં ગઈકાલે સાંજે વડોદરા એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઇન્સની ફલાઇટમાં બોમ્બ મુકાયો હોવાની ધમકી મળી હતી. જેને પગલે એરપોર્ટ ઓથોરિટી, વડોદરા પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. ઈન્ડિગો ફ્લાઈટ અને એરપોર્ટ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. જોકે, સદનસીબે બોમ્બ કે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.

વડોદરા એરપોર્ટ પર છેલ્લા 25 દિવસમાં બીજી વખત ધમકી બોમ્બની ધમકી મળી છે. ગઈકાલે સાંજે વડોદરા એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટ નંબર 807માં બોમ્બ મુકાયો હોવાની ધમકી મળી હતી. ઈન્ડિગો એરલાઈન્સને ઈમેલમાં ધમકી મળી હતી કે, ઇન્ડિગો ફ્લાઈટમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. તેની સાથે સાથે દેશના વિવિધ એરપોર્ટ પર 35થી 40 જેટલી ફ્લાઈટમાં બોમ્બ મુકાયો હોવાની ધમકી મળી હતી. જેને પગલે વડોદરા પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓએ બોમ્બ અને ડોગ સ્કવોડની મદદથી ચેકિંગ શરૂ કર્યું હતું. જોકે, તપાસની અંતે કશું મળ્યું ન હતું જેથી પોલીસે અને એરપોર્ટ હાશકારો અનુભવ્યો હતો.

આ સમગ્ર મામલે પોલીસ અને CISFની ટીમ દ્વારા ઈનર અને આઉટર ચેકિંગ કરવામાં આવ્યું હતું. તાત્કાલિક એરપોર્ટ એથોરિટીની મિટિંગ બોલાવવામાં આવી જેમાં SOG, DCP, ક્રાઈમ બ્રાન્ચ, સેન્ટ્રલ આઈબી, લોકલ આઈબી અને લોકલ પોલીસ જોડાયેલા હતા. આખરે આ ઘટના અંગેનો ગુનો હરણી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઈમેલ અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવ્યો છે, જેની હાલ ગંભીરતાપૂર્વક તપાસ ચાલુ છે.

વડોદરા એરપોર્ટ ડાયરેક્ટર પ્રદીપ ડોબરીયાએ જણાવ્યું હતું કે, ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટમાં બોમ્બ મુકાયાની ધમકી મળી હતી. અમે જેથી તુરંત જ અમે એલર્ટ થઈ ગયા હતા અને પોલીસ સહિતની એજન્સીઓને જાણ કરી હતી, અને એરપોર્ટ અને ફ્લાઈટમાં તપાસ કરવામાં આવી હતી, જોકે, તપાસ કરતા કશું મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અગાઉ 25 દિવસ પહેલાં પણ વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં CISFના ઇમેલ એડ્રેસ પર ગર્ભિત ધમકી ભર્યો મેસેજ આવતા એરપોર્ટ ઓથોરિટી, પોલીસ સહિતની વિવિધ ટીમો એક્શનમાં આવી ગઈ હતી. ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બોમ્બ અને ડોગ-સ્ક્વોડ દ્વારા ટર્મિનલ વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું, પરંતુ કોઈ શંકાસ્પદ પદાર્થ કે વસ્તુ મળી આવી નહોતી.

Share :

Leave a Comments