ઓનલાઇન ગેમમાં દેવું થતાં ટ્રેન નીચે પડતું મુકવા પહોંચેલા યુવકને પોલીસે બચાવ્યો

સયાજીગંજ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ઘટના અંગે માહિતી મળતા સ્થળ પર પહોંચી હતી

MailVadodara.com - Police-rescued-a-young-man-who-was-about-to-fall-under-a-train-due-to-debt-in-an-online-game

ઓનલાઇન ગેમની લતે ચડેલો યુવક વડોદરા રેલ્વે સ્ટેશન નજીક આપઘાત કરવા જતા પોલીસે તેને બચાવી લીધો હતો. 

સયાજીગંજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક યુવક ટ્રેનની રાહ જોઈ રેલવે ટ્રેક નજીક ઉભો રહ્યો હોવાની અને આપઘાત કરે તેવી સ્થિતિમાં હોવાની માહિતી મળતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને યુવકને બચાવી લીધો હતો. 

સયાજીગંજના પીઆઇએ પૂછપરછ કરતા ગોધરાનો ઝુલ્ફીકાર નામનો યુવક ઓનલાઇન ગેમની લતે ચડતાં દેવાદાર થઈ ગયો હતો અને તેની પત્ની પણ તેને છોડીને ચાલી ગઈ હોવાની વિગતો બહાર આવી હતી. ઓનલાઇન ગેમને કારણે ભારે નુકસાન થવાથી યુવકે આપઘાત કરવાનું વિચાર્યું હતું, અને સુસાઈડ નોટ લખીને ઘર છોડી નીકળી ગયો હતો. પોલીસે યુવકના સંબંધીઓને બોલાવી સલામત રીતે સોંપ્યો હતો.

Share :

Leave a Comments