વડોદરા રેલવે સ્ટેશન પરથી ચોરીના 7 મોબાઇલ સાથે યુવકને પોલીસે ઝડપી પાડ્યો, ૧૩ મોબાઇલ કબજે

વડોદરા રેલવે પોલીસે ચેકિંગ દરમિયાન યુવક શંકાસ્પદ જણાતા તપાસ કરી હતી

MailVadodara.com - Police-nabbed-youth-with-7-stolen-mobiles-from-Vadodara-railway-station-seized-13-mobiles

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી તેમજ ટ્રેનમાં મુસાફરી કરતા પ્રવાસીઓ પાસેના મોબાઇલ ફોન તફડાવતા યુવાનને રેલ્વે પોલીસે ઝડપી પાડી તેની પાસેથી 13 મોબાઇલ કબજે કર્યા છે. 

આ અંગેની વિગત એવી છે કે વડોદરા રેલવે પોલીસનો સ્ટાફ રેલવે સ્ટેશન ઉપર ચેકિંગ કરતો હતો તે સમયે એક યુવાન કાળા રંગની પીઠું બેગ લઈને પસાર થતાં તેની હરકતો શંકાસ્પદ જણાઈ હતી. પોલીસે તેને રોકી બેગની તપાસ કરતા તેમાંથી સાત મોબાઇલ મળ્યા હતા. આ મોબાઈલ અંગે તેની પૂછપરછ કરતા વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોબાઈલ ચોરીની કબુલાત કરી હતી.


આ ઉપરાંત તેણે પોતાના ઘરમાં પણ ફોન છુપાવ્યા છે. તેમ જણાવતા પોલીસે તેના ઘરે પણ તપાસ કરી 6 મોબાઈલ કબજે કર્યા હતા અને કુલ 13 મોબાઈલ ફોન કબજે કરી પોલીસે વડોદરા રેલવે સ્ટેશન, બાપોદ પોલીસ સ્ટેશનના ત્રણ તેમજ અટલાદરા પોલીસ સ્ટેશનના નવ ગુનાનો ભેદ ઉકેલી મોબાઇલ ચોર ધવલ ગોવિંદભાઈ પાવા (રહે. જય સંતોષીનગર, અટલાદરા, વડોદરા)ની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments