શહેરમાં સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરી મોબાઈલ પડાવનાર ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો

શહેરના ગોરવા પોલીસ મથકમાં ગઈકાલે મોબાઈલ ચોરી અંગેનો ગુનો નોંધાયો હતો

MailVadodara.com - Police-nabbed-the-fugitive-accused-who-targeted-senior-citizens-in-the-city-and-robbed-them-of-mobile-phones

- ગોરવા પોલીસે મૂળ આણંદ જિલ્લાના પાડગામનો વતની અને હાલ ગોરવામાં રહેતા રાહુલ સિસોદીયાને બે મોબાઇલ, મોપેડ સહિત 50 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો


વડોદરા શહેરમાં અવારનવાર ચોરી લૂંટ જેવી ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે શહેરમાં સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરી મોબાઈલ પડાવી ફરાર થનાર આરોપીને સીસીટીવી ફૂટેજની મદદથી ગોરવા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો છે. મુદ્દામાલ સાથે આરોપીને જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના ગોરવા પોલીસ મથકમાં ગઈકાલે મોબાઈલ ચોરી અંગેનો ગુનો નોંધાયો હતો. જેમાં સિનિયર સીટીઝનને ટાર્ગેટ કરી તેઓનો મોબાઇલ ફોન ઝૂંટવી કોઇ અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થઈ ગયો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ શખ્સને શોધવા ગોરવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એન.લાઠીયાના માર્ગદર્શન હેઠળ પોલીસની અલગ-અલગ ટીમ બનાવી મિલ્કત સંબધિત ગુનાઓ ડિટેક્ટ કરવા સતત ટેકનિકલ સોર્સ અને બાતમીદારો પાસેથી માહિતી મેળવી હતી.


સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે આ ગુનામાં સંડોવાયેલ શખસ રાહુલભાઇ પ્રતાપસિંહ સિસોદીયા (રહે.રોયલપાર્ક સોસાયટી, ગોરવા, વડોદરા મૂળ રહે.ના પાડગામ તાલુકો,આંકલાવ, જી.આંણદ)ને ચોરી કરેલ બે મોબાઇલ ફોન, મોપેડ સહિત કુલ રૂપિયા 50,500નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ખાસ કરીને સિનિયર સીટીઝન લોકોને ટાર્ગેટ કરતો હતો. આ મામલે તે કઈ રીતે ટાર્ગેટ કરી છેતરતો હતો તે અંગેના સીસીટીવી પણ સામે આવ્યા છે. હાલમાં આ મામલે ગોરવા પોલીસે આ શખસની પૂછપરછ હાથ ધરી છે અને અન્ય કોઈ ગુનો આચાર્યો છે કે કેમ? તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments