વડોદરામાં નિઝામપુરા અને છાણી વિસ્તારમાંથી જુગાર રમતા 10 જુગારીને પોલીસે ઝડપી પાડ્યા

નિઝામપુરાના પેન્શનપુરા અને છાણીના મારૂતિધામ સોસાયટીમાં પોલીસે દરોડો પાડ્યો

MailVadodara.com - Police-nabbed-10-gamblers-from-Nizampura-and-Chhani-areas-in-Vadodara

- ડભોઇ રોડ પરની ન્યુ સોસાયટીમાંથી આંકડાનો જુગાર રમતા 5 ઝડપાયા

વડોદરા શહેરના નિઝામપુરાના પેન્શન પુરા ખાતે તેમજ છાણી વિસ્તારની મારુતિધામ સોસાયટીમાં પોલીસે દરોડા પાડી જુગાર રમી રહેલા 10 જુગારીઓને ઝડપી પાડી રૂ.27 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ડભોઇ રોડ પરની સોસાયટીમાં આંકડાનો જુગાર રમતા 5 આરોપીઓને ઝડપી પાડી કુલ રૂપિયા 44 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

વડોદરાના ફતેગંજ પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, પેન્શનપુરા સ્થિત પટેલ ચોક ખાતે કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલ નીતિન રમણભાઈ તડવી, હિરેન મનુભાઈ સોલંકી, હસમુખ કરસનભાઈ મકવાણા, ગગન દિલીપભાઈ યાદવ (તમામ રહે-નિઝામપુરા), યુનુસ છોટુમિયા મિર્ઝા (રહે-કમલકુંજ બિલ્ડીંગ, ફતેગંજ) અને સબીર પ્રભાતસિંહ રાણા (રહે-ગરાસીયા મહોલ્લો, કોયલી ગામ)ને ઝડપી પાડી રોકડ રકમ અને પાનાપત્તા સહિત કુલ રૂ.22,620નો મુદ્દામાલ કબજે કર્યો હતો. 

બીજા બનાવમાં છાણી પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, મારુતિ ધામ સોસાયટીની પાછળ આવેલ ખુલ્લા ખેતરમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલ પ્રકાશ કાંતિભાઈ માળી, અશોક રાવજીભાઈ માળી, ધર્મેશ અશ્વિનભાઈ પટેલ (ત્રણેવ રહે-ભાથુજીનગર, બાજવા રોડ, છાણી) અને સંતોષ ગુલાબરાવ પાટીલ (રહે-સંતોષી નગર, છાયાપુરી, વડોદરા)ને ઝડપી પાડી રોકડ રકમ અને પાના-પત્તા સહિત રૂ.4,530નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ટીમના જવાનોએ પેટ્રોલિંગમાં સમયે ચોક્કસ માહિતીના આધારે ડભોઇ રોડની ન્યુ સોસાયટી ખાતે આંકડાની સ્લીપો સાથે રૂપિયા મેળવી જુગાર રમાડનાર નરેશ સુરેન્દ્ર ઉર્ફે રાજુ પંડિત (રહે-ન્યુ સોસાયટી, ડભોઈ રોડ) ને એકટીવા સાથે ઝડપી પાડી આંકડા લખવા બેસાડેલ યોગેશ ચંદુભાઈ રાજપુત (રહે-લુહારવાસ, ડભોઇ), આંકડો લખાવવા આવેલ અહેમદમિયા બાબુભાઈ પઠાણ (રહે-કાલુમિયાની ચાલ, પરશુરામ ભઠ્ઠો, સયાજીગંજ), નિલેશ નટવરભાઈ વાઘેલા (રહે-પ્રતાપ નગર રોડ, વડોદરા) અને સંતોષ ચુનીલાલ બારીયા (રહે-માળી મહોલ્લો, વિશ્વામિત્રી) ને ઝડપી પાડી રોકડ રકમ રૂ.8,100, ચાર નંગ મોબાઈલ ફોન તથા એકટીવા સહિત કુલ રૂ. 44,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

Share :

Leave a Comments