વડોદરામાં મેળામાંથી ગુમ થયેલી 3 બાળકીને પોલીસે ગણતરીના કલાકમાં શોધી કાઢી માતા-પિતાને સોંપી

26મીએ રાત્રે 12 વાગ્યાના સુમારે ત્રણેય બહેનો મેળામાંથી વિખૂટી પડી ગુમ થઈ હતી

MailVadodara.com - Police-found-3-girls-who-went-missing-from-a-fair-in-Vadodara-within-hours-and-handed-them-over-to-their-parents

- શી ટીમ દ્વારા ત્રણેય બાળકીઓનું કાઉન્સેલિંગ કરીને માતા-પિતાના નિવેદન સાથે કાયદેસરની કાર્યવાહી કરીને બાળકીઓ માતા-પિતાને સોંપવામાં આવી


વડોદરા તાંદલજા વિસ્તારના મેળામાંથી બે દિવસ પહેલાં વિખૂટી પડી ગયેલી સગીર વયની ત્રણ બહેનોને શોધવા માટે જેપી રોડ પોલીસે 24 કલાકમાં શોધી કાઢી માતા-પિતાને સોંપી હતી.

શહેરના તાંદલજા સ્થિત કિસ્મત ચોકડી પાસે આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં રહેતા આઝાદભાઈ રાજુભાઈની સગીર વયની બાળકીઓ બે દિવસ પહેલા 26 એપ્રિલે મોડી રાત્રે આશરે 12 વાગ્યાના સુમારે તાંદલજા, કિસ્મત ચોકડી પાસે લાગેલા મેળામાંથી વિખૂટી પડી ગુમ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ માતા-પિતાએ જે.પી. પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી. 

પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પી.આઈ. એમ.કે.ગુર્જરે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત જ અલગ-અલગ ટીમો બનાવી બાળકીઓને શોધવાની કવાયત શરુ કરી હતી. આ ટીમમાં શી ટીમને પણ સામેલ કરવામાં આવી હતી. પોલીસે આસપાસના વિસ્તારો ફેંદી કીઢી સીસીટીવી કેમેરા પણ તપાસ્યા હતા. આખરે મધરાતે ત્રણેય બહેનો સનફાર્મા રોડ સ્થિત મહારાજા ચોકડી પાસે આવેલ હનુમાનજી મંદિર પાસેથી બાળકીઓને શોધી કાઢી. આ બાળકીઓનું શી ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરીને માતા-પિતાના નિવેદન સાથે કાયદેસરની કાર્યવાહી કરીને બાળકીઓ માતા-પિતાને સોંપવામાં આવી.

Share :

Leave a Comments