31stની ઉજવણી લઇને કાયદાનો ભંગ કરીને ક્યાંય રેવ પાર્ટી ન થાય તે માટે પોલીસ સજ્જ

એક અઠવાડિયાથી પોલીસ દ્વારા શહેરના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર ચેકિંગ કરાય છે

MailVadodara.com - Police-are-ready-to-prevent-any-rave-party-from-breaking-the-law-on-31st-celebration

- NDPS ડિટેકશન કીટના માધ્યમથી ડ્રગ્સનું સેવન કરીને નીકળતા લોકોનું સ્થળ ઉપર જ ચેકિંગ કરવામાં આવશે, અવાવરૂ જગ્યાઓએ પણ પોલીસ હાજર રહેશે


વડોદરા શહેરમાં 31stની ઉજવણી માટે વડોદરા શહેર પોલીસ સજ્જ બની ગઈ છે, જેને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જણાવ્યું હતું કે, શહેરમાં કાયદાનો ભંગ કરીને ક્યાંય રેવ પાર્ટી ન થાય તે માટે તે માટે સૂચનાઓ આપવામાં આવી છે.

વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયાથી વડોદરા શહેરમાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ પર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત બુટલેગર અને ગેમ્બલરને ટાર્ગેટ કરીને કેસો કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારમાં પણ પોલીસ સતત હાજર છે. નવા વર્ષની ઉજવણી સુરક્ષિત માહોલમાં પૂરી થાય તે માટે અમે પૂરી તૈયારીઓ કરી છે અને કાર્યવાહી કરી રહ્યા છીએ. ડ્રીંક-ડ્રાઇવ અને ઓવરલોડિંગ સહિતના જાહેરનામા ભંગના ગુનાઓ આચરનાર સામે અભિયાન ચલાવી રહ્યા છીએ.


SHE ટીમના વાહનો, પીસીઆર અને ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં સહિતના વાહનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. શહેરમાં 250 જેટલા બ્રેથ એનેલાઇઝર ટુલ છે, જેની મદદથી અમે કામગીરી કરી રહ્યા છીએ. આ ઉપરાંત વધુ સાધનો મેળવવા માટે પણ પ્રયાસ ચાલુ છે. શહેરમાં ઉજવણી દરમિયાન ડ્રીંક એન્ડ ડ્રાઈવના કિસ્સાઓ ન બને તે માટે પ્રયાસ કરી રહ્યા છે. આ ઉપરાંત ડ્રગના કિસ્સાઓ પણ સામે આવતા હોય છે. વર્ષ 2024માં ડ્રગ્સની પ્રવૃત્તિને રોકવા માટે અનેક કેસો કર્યા હતા. NDPS ડિટેકશન કીટના માધ્યમથી ડ્રગ્સનું સેવન કરીને નીકળતા લોકોનું સ્થળ ઉપર જ ચેકિંગ કરવામાં આવશે.

વડોદરા શહેરમાં પોલીસની હાજરી વધારવા માટે આજથી PCR વાન, ટ્રાફિક પોલીસ અને SHE ટીમ સહિતનો સ્ટાફ સતત હાજર જોવા મળશે. શહેરમાં હોટલ, ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ સહિત જ્યાં જ્યાં ઉજવણી થાય છે ત્યાંના લોકો સાથે બેઠક કરવામાં આવી છે અને સુરક્ષા માટે જાણકારી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. શહેરમાં કાયદાનો ભંગ કરીને ક્યાંય રેવ પાર્ટી ન થાય તે માટે તે માટે સૂચનાઓ આપવામાં આવી છે.

શહેરીજનોને હું અપીલ કરવા માગું છું કે, તમે તમારા પરિવાર, મિત્રો અને સગા-સંબંધીઓ સાથે નવા વર્ષની ઉજવણી કરો પરંતુ, સુરક્ષાનું ખાસ ધ્યાન રાખો. આ ઉપરાંત સોશિયલ મીડિયાથી મળેલા મિત્રો કે અજાણ્યા લોકો સાથે ઉજવણી કરવાનું ટાળો. જ્યારે રેવ પાર્ટી થવાની શક્યતા હોય ત્યાં તમે હાજર ન રહો. અંધારું કે, અવાવરૂ જગ્યા હોય ત્યાં જ ઉજવણી કરવાનો ટાળો. પોલીસ સતત તમારી સુરક્ષા કરવા માટે હાજર છે, સુરક્ષિત માહોલમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે અમે સજ્જ છીએ. શી ટીમ યુનિફોર્મમાં અને સિવિલ ડ્રેસમાં જરૂરિયાત પ્રમાણે મહિલાઓ બાળકો અને સિનિયર સિટીઝનની સુરક્ષા માટે હાજર રહેશે. નવા વર્ષની ઉજવણી દરમિયાન ડીસીબી, પીસીબી, એસઓજી, તમામ પોલીસ સ્ટેશન ની ટીમ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે સતત હાજર રહેશે. આ ઉપરાંત અવાવરૂ જગ્યાઓએ પોલીસની હાજરી રહેશે.

Share :

Leave a Comments