ભારત અને સ્પેનના વડાપ્રધાનની મુલાકાતને લઈને પોલીસનું જાહેરનામું, શહેરના 33 રસ્તા ડાયવર્ટ કરાયા

વડોદરા શહેરના આ 33 રૂટ પર બે દિવસ ડાયવર્ઝન રહેશે

MailVadodara.com - Police-announcement-regarding-the-visit-of-Prime-Minister-of-India-and-Spain-33-roads-of-the-city-were-diverted

- જનતાને અગવડ ન થાય અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી નો-પાર્કિંગ/ નો-એન્ટ્રી, વૈકલ્પિક વ્યવસ્થા અંગે જાહેરનામું બહાર પડાયું

વડોદરા શહેરના ખોડીયાર નગર વિસ્તારમાં ટાટા એરક્રાફ્ટ સ્ટેશનના ઉદ્ઘાટન સમારોહ સહિતના કાર્યક્રમ માટે દેશના અને સ્પેનના વડાપ્રધાન વડોદરા શહેરની મુલાકાતને પગલે વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે, વડોદરા શહેરમાં 27 અને 28 ઓક્ટોબરના રોજ સ્પેન દેશના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વડોદરા શહેરની મુલાકાતે છે. ત્યારે આ પ્રસંગે જાહેર જનતાને અગવડ ન પડે તે માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જાહેરનામું પ્રસિદ્ધ કરીને પ્રતિબંધિત રસ્તાના વૈકલ્પિક રસ્તા તરીકે નીચે મુજબનો ડાયવર્ઝનવાળો રસ્તો ઉપયોગમાં લેવા આદેશ કર્યો છે.

આ કાર્યક્રમ અનુસંધાને જાહેર જનતાને અગવડ ન થાય અને ટ્રાફિક સુચારૂ રીતે ચાલે તે હેતુથી નો-પાર્કિંગ/ નો-એન્ટ્રી, વૈકલ્પિક વ્યવસ્થા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તારીખ 27 ઓક્ટોબરના રોજ રાતના 10 વાગ્યાથી 3 વાગ્યા સુધી અને તા.28/10/2024 સવારના 6 વાગ્યાથી જ્યાં સુધી કાર્યક્રમો પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક વ્યવસ્થા અંગે નીચે મુજબનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

શ્જાર હેરનામામાંથી ઇમરજન્સી સર્વિસમાં જોડાયેલ વાહનો, એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડના વાહનો તેમજ બંદોબસ્તમાં રોકાયેલ પોલીસના વાહનો, એરપોર્ટની ફ્લાઇટની ટિકિટ બતાવે તેવા વાહનોને મુક્તિ રહેશે.


Share :

Leave a Comments