અષાઢી બીજે રથયાત્રાને લઈને ‘નો પાર્કિંગ’ અને ‘ટ્રાફિક ડાયવર્ઝન’નું પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

વડોદરામાં રવિવારે ભગવાન જગન્નાથજીની 43મી રથાયાત્રા નીકળશે

MailVadodara.com - Police-Commissioner-issues-No-Parking-and-Traffic-Diversion-notice-regarding-Asadhi-BJ-Rath-Yatra

- જાહેરનામું 7 જુલાઈના બપોરે 1 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી અથવા ભગવાન જગન્નાથ રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે


વડોદરા શહેરમાં અષાઢી બીજે બપોરે 1 વાગ્યે ભગવાન જગન્નાથજીની 43મી રથાયાત્રા નીકળશે. રથયાત્રા રેલવે સ્ટેશનથી નીકળીને બરોડા હાઇસ્કૂલ, બગીખાના ખાતે પૂર્ણ થશે. જેને લઈને વડોદરા શહેર પોલીસ કમિશનરે ‘નો પાર્કિંગ’ અને ‘ટ્રાફિક ડાયવર્ઝન’નું જાહેરનામુ બહાર પાડયું છે. આ જાહેરનામું 7 જુલાઈના બપોરે 1 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી અથવા ભગવાન જગન્નાથ રથયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે.


તા.07/07/2024 બપોરના કલાક 1 વાગ્યાથી એમ.એસ. યુનિવર્સિટી રોડ, કાલાઘોડા સર્કલ, બરોડા ઓટો મોબાઈલ (પંચમુખી હનુમાન મંદિર), આરાધના સિનેમા ત્રણ રસ્તા, ફૂલબારી નાકા ત્રણ રસ્તા, કોઠી ચાર રસ્તા, રાવપુરા રોડ, ટાવર ચાર રસ્તા, જ્યુબિલીબાગ સર્કલથી રોંગ સાઈડ, ગાંધી નગરગૃહ, પ્રતાપ સિનેમા રોંગ સાઈડ, લાલ કોર્ટ બિલ્ડિંગ ત્રણ રસ્તાથી જમણી બાજુ વળી, ફાયર બ્રિગેડ ચાર રસ્તા, દાંડિયાબજાર ચાર રસ્તાથી ડાબી બાજુ વળી, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી ડાબી બાજુ વળી વીર ભગતસિંહ ચોક સર્કલથી જમણી બાજુ વળી, મદનઝાંપા રોડ, પથ્થરગેટ પોલીસ ચોકી ત્રણ રસ્તા, જયરત્ન બિલ્ડિંગ ચાર રસ્તા, કેવડાબાગ ત્રણ રસ્તા, મટન પેલેસશોપ ત્રણ રસ્તા, બગીખાના ત્રણ રસ્તા, બરોડા સ્કૂલ સુધીના રોડની બન્ને સાઇડે તમામ પ્રકારના વાહનો માટે સંપૂર્ણપણે “ નો-પાર્કિંગ ઝોન” જાહેર કરવામાં આવે છે.


તા.07/07/2024ના રોજ બપોરના કલાક 1 વાગ્યાથી જેમ જેમ રથયાત્રા આગળ વધશે તેમ તેમ ટ્રાફિક ડાયર્વઝનની કામગીરી કરવામાં આવશે. આ ઉપરોક્ત જણાવેલ રૂટ ઉપરની ગલીમાંથી આવતો ટ્રાફિક રથયાત્રા રૂટ ઉપર જઇ શકશે નહીં. તેમજ આ જાહેરનામામાંથી રથયાત્રા બંદોબસ્તમાં રોકાયેલ વાહનો, પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, ઇમરજન્સીમાં જતાં વાહનોને મુક્તિ આપવામાં આવી છે.

Share :

Leave a Comments