નિમેટા શુદ્ધિકરણ પ્લાન્ટમાં પાણી શુધ્ધ કરવાનું કામ પૂજા કન્સ્ટ્રક્શનને આપવાનું આયોજન

સ્થાયી સમિતિ સમક્ષ ટેન્ડર મંજૂર કરવા દરખાસ્તને રજૂ કરવામાં આવી

MailVadodara.com - Plans-to-give-the-work-of-purifying-water-at-Nimeta-Purification-Plant-to-Pooja-Construction

- પાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, પાંચ વર્ષની કામગીરી માટેના ઈજારો કરવાનાં કામે ભાવપત્રકો મંગાવતા ત્રણ ઇજારદારોનાં ભાવપત્રક આવ્યા હતા

વડોદરા કોર્પોરેશનના પાણી પુરવઠા શાખા હસ્તકના નિમેટા શુદ્ધિકરણ પ્લાન્ટ નંબર 1, 2 અને 3 ખાતે સંચાલન અને નિભાવણી કરવા 5 વર્ષની કામગીરી માટેનો નિવન ઇજારો પૂજા કન્સ્ટ્રક્શનને આપવાનું પાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. પાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં સૌથી ઓછા ભાવ પૂજા કન્સ્ટ્રક્શનના આવ્યા હોવાથી તેઓનું ટેન્ડર મંજૂર કરવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત આવી છે.

પાણી પુરવઠા શાખા હસ્તકના નિમેટા શુધ્ધિકરણ મથકો નંબર 1, 2 અને 3 ખાતે સંચાલન અને નિભાવણી કરવા પાંચ વર્ષની કામગીરી માટેના ઈજારો કરવાનાં કામે ભાવપત્રકો મંગાવતા ત્રણ ઇજારદારોનાં ભાવપત્રક આવ્યા હતા. બે ઈજારદારો પૈકી લોએસ્ટ ઈજારદાર પૂજા કન્સ્ટ્રકશન કંપનનીના ભાવ રૂપિયા 13,89,41,130 ખાતાના અંદાજ રૂપિયા 11,40,12,000 કરતાં 21.87 ટકા વધુ આવેલા હોવાથી આ બાબતે ઇજારદારને ભાવ ઘટાડો કરવા જણાવતાં તેઓએ ભાવ ઘટાડો કરવા સહમતી આપી હતી.

પૂજા કન્સ્ટ્રક્શનના ભાવ રૂપિયા 13,11,13,800 જે ખાતાના અંદાજ રૂપિયા 11,40,12,000 કરતાં 15.007 વધુના આઈટમ રેટનું ભાવપત્રક આવ્યું છે. પાલિકા હસ્તકના આજવા સરોવરનાં પાણીને નિમેટા ખાતેના પાણીના શુદ્ધિકરણ મથકો 1, 2 અને 3 મારફત શુદ્ધ કરી વડોદરા શહેરના પૂર્વ ઝોન તથા દક્ષિણ ઝોન વિસ્તારના નાગરિકોને પહોંચાડવામાં આવે છે. પાણીના શુદ્ધિકરણ મથકોના સંચાલન પ્લાન્ટ 1થી 3 ખાતે કામગીરી કરવા અંદાજીત રૂપિયા 11.40 કરોડ કરતા 15 ટકા વધુ રૂપિયા 13.11 કરોડ ચૂકવાશે.

ઇજારદાર પૂજા કન્સ્ટ્રક્શન કંપનીના ભાવ રૂપિયા 13,11,13,800 ખાતાના અંદાજ રૂપિયા 11,40,12,000 કરતાં 15 ટકા વધુનાં બિન શરતીય આઈટમ રેટ ભાવપત્રકને ખાતાની શરતો સહ ગ્રાહ્ય રાખવાનાં કામ અંગેની દરખાસ્તને સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.

Share :

Leave a Comments